લગ્ન થતાં જ કપલે એકમેકને કહ્યું ચલ દરિયા મેં કૂદ જાએં

24 July, 2012 05:46 AM IST  | 

લગ્ન થતાં જ કપલે એકમેકને કહ્યું ચલ દરિયા મેં કૂદ જાએં

ઘણા નિરાશાવાદીઓ લગ્ન કરવાં એને દરિયામાં પડવા બરાબર ગણાવતા હોય છે, પણ યુરોપમાં આવેલા ક્રોએશિયામાં એક યુવક-યુવતીએ લગ્ન કર્યા બાદ પહેલું કામ જે કર્યું એ હતું દરિયામાં કૂદવાનું. આ કપલે લગ્ન પૂરાં થતાં જ ઊંચી કરાડ પરથી દરિયામાં ભૂસકો માર્યો હતો. આ બન્ને યુવક-યુવતી સ્વિમિંગ સારી રીતે જાણતાં હોવાથી તેઓ તરીને કાંઠે આવી ગયાં હતાં. આ સાહસ કરતાં પહેલાં તેમણે વેડિંગ ફોટોગ્રાફરને અચૂક જાણ કરી દીધી હતી અને તેણે આ ઘટનાની તસવીરો ખેંચી હતી. કપલે આ તસવીરો ઇમેજ શેરિંગ વેબસાઇટ પર મૂકી એ પછી ૩૦ લાખથી વધારે લોકો એને જોઈ ચૂક્યા છે.