રોબો ડૉગ કચરાના ઢગલામાંથી ૧૪.૩૯ અબજ રૂપિયાના બીટકૉઇન્સ ધરાવતી હાર્ડ ડ્રાઇવ શોધશે

06 August, 2022 09:34 AM IST  |  South Wales | Gujarati Mid-day Correspondent

આ કિસ્સો યુકેના ન્યુ પોર્ટનો છે

જેમ્સ હોવેલ્સ

યુકેમાં એક વ્યક્તિએ ૨૦૧૩માં એક હાર્ડ ડ્રાઇવ ભૂલથી કચરામાં ફેંકી દીધી હતી, જેને મેળવવા હવે તે ખૂબ ખર્ચ કરવા તૈયાર છે, કેમ કે આ હાર્ડ ડ્રાઇવમાં ૮૦૦૦ બીટકૉઇન સ્ટોર કરવામાં આવ્યા હતા, જેની કિંમત અત્યારે લગભગ ૧૫ કરોડ પાઉન્ડ (૧૪.૩૯ અબજ રૂપિયા) છે. આ વ્યક્તિનું નામ જેમ્સ હોવેલ્સ છે. તેણે ૨૦૦૯માં આ હાર્ડ ડ્રાઇવમાં બીટકૉઇન્સ સ્ટોર કર્યા હતા. તે હવે હજારો ટનના કચરાના ઢગલામાંથી એને શોધવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.

આ કિસ્સો યુકેના ન્યુ પોર્ટનો છે. જેમ્સ હોવેલ્સે નક્કી કર્યું છે કે તે કચરાના ઢગલામાંથી હાર્ડ ડ્રાઇવ શોધવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને રોબો ડૉગ્સનો ઉપયોગ કરશે. જેમ્સ વ્યવસાયે આઇટી એન્જિનિયર છે. કચરાના ઢગલામાંથી હાર્ડ ડ્રાઇવ શોધવા માટે તે કરોડો રૂપિયાનો ખર્ચ કરશે. જેમ્સે કહ્યું કે આ એક પ્રોફેશનલ ઑપરેશન રહેશે.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા આ પ્રકારનું ઑપરેશન આ પહેલાં કરી ચૂકી છે. એ સમયે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ફર્મની મદદથી ૨૦૦૩માં કોલમ્બિયામાં એક હાર્ડ ડ્રાઇવ તૂટી પડેલા સ્પેસ શટલના કાટમાળમાંથી રિકવર કરવામાં આવી હતી. 

international news offbeat news