મહિલાને ઇચ્છા વિરુદ્ધ ભેટનારા પુરુષની છેક ૨૮ વર્ષ બાદ અરેસ્ટ

15 October, 2011 07:38 PM IST  | 

મહિલાને ઇચ્છા વિરુદ્ધ ભેટનારા પુરુષની છેક ૨૮ વર્ષ બાદ અરેસ્ટ

 

ચેન ઝોન્ગહાઓ નામના આ આરોપી પર જે કાયદા હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે એ કાનૂન અત્યારે રદ થઈ ચૂક્યો છે. જોકે ૧૯૮૦માં આ કૃત્ય એક ગંભીર અપરાધ ગણવામાં આવતું હતું, જેમાં મોતની સજાની પણ જોગવાઈ હતી. ચીનના હૈનાન પ્રાન્તમાં ચેને તેની સાથે કામ કરતી સહકર્મચારી મહિલાને બળજબરીપૂર્વક બાથ ભરી હતી. આ બદલ તે યુવતીના પિતાએ પોલીસફરિયાદ નોંધાવી હતી.

ચીનની પોલીસે જૂના કેસોનો નિકાલ કરવાની કવાયત હાથ ધરી છે. આ કવાયત અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી હતી. સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે એ મહિલા તેને પરણી ચૂકી છે અને તેમના લગ્નજીવનને ૨૭ વર્ષ વીતી ચૂક્યાં છે. તેમને બે પુત્રો અને એક પુત્રી પણ છે. પોલીસફરિયાદ નોંધાવ્યાના એક વર્ષ પછી જ તેઓ પરણી ગયાં હતાં. જોકે પોલીસ ચેનને અત્યાર સુધી ભાગેડુ માની રહી હતી. હવે તેમણે આ પોલીસફરિયાદ રદ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

ચીનમાં છેલ્લા થોડા સમયથી વર્ષો જૂના કેસનો નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કૅમ્પેન અંતર્ગત પોલીસે આ કેસનો નિવેડો લાવવા ચેનની ધરપકડ કરી હતી.