કોરોનાએ લીધો મહાત્મા ગાંધીના પપૌત્રનો જીવ

23 November, 2020 11:22 AM IST  |  Johannesburg | Gujarati Mid-day Online Correspondent

કોરોનાએ લીધો મહાત્મા ગાંધીના પપૌત્રનો જીવ

સતીશ ધુપેલિયા

કોરોના વાયરસ (COVID-19)નું ઝડપથી ફેલાઈ રહેલું સંક્રમણ અનેક લોકોના ભોગ લઈ રહ્યું છે. ત્યારે મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકામાં રહેતા પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું કોરોના વાયરસની ઝપેટમાં જ્હોનિસબર્ગમાં નિધન થયું છે. તેઓએ રવિવાર અંતિમ શ્વાસ લીધા. સતીશ ધુપેલિયાનો ત્રણ દિવસ પહેલા જ 66મો જન્મદિવસ હતો. ધુપેલિયાની બહેન ઉમા ધુપેલિયા-મેસ્થરીએ આ વાતની પુષ્ટિ કરી છે. ધુપેલિયાને ન્યૂમોનિયા થયો હોવાથી તેની સારવારને લઈ એક મહિનાથી હૉસ્પિટલમાં હતા અને ત્યાં જ તેઓ કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતા.

મૂળ દક્ષિણ આફ્રિકાના મહાત્મા ગાંધીના પપૌત્ર સતીશ ધુપેલિયાનું રવિવારે કોરોના સંક્રમણથી નિધન થયું હતું, જેના ત્રણ દિવસ પહેલાં તેમનો જન્મદિવસ હતો. તેઓ 66 વર્ષના હતા. ધુપેલિયાની બહેન ઉમા ધુપેલિયા-મેસ્થરીએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ન્યૂમોનિયાથી એક મહિનાથી પીડાયા પછી મારા પ્રિય ભાઈનું નિધન થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ કોવિડ-19ના સકંજામાં આવી ગયા હતા’. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે ‘આજે સાંજે તેમને હાર્ટ-અટેક આવ્યો હતો’.

ઉમા સિવાય સતીશ ધુપેલિયાનું એક બીજી બહેન છે જેનું નામ કીર્તિ મેનન છે. તે પણ જ્હોનિસબર્ગમાં રહે છે. અહી તેઓ મહાત્મા ગાંધીની સ્મૃતિને સન્માનિત કરનારી વિભિન્ન પરિયોજનાઓમાં સક્રિય છે. આ ત્રણેય ભાઇ-બહેન મણિલાલ ગાંધીના વંશજ છે, જેને મહાત્મા ગાંધીએ બે દાયકા પછી ભારત પરત ફર્યા બાદ પોતાનું કામ ચાલુ રાખવા માટે દક્ષિણ આફ્રિકામાં રાખ્યા હતા.

coronavirus covid19 international news south africa johannesburg mahatma gandhi