પુણે નજીકના ગામડાની શાળા વર્લ્ડ બેસ્ટ સ્કૂલના ફાઇનલ રાઉન્ડમાં 

23 September, 2022 08:40 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

સમાજના વિકાસમાં સ્કૂલના યોગદાનની ઉજવણી કરવાના પ્રયાસરૂપે ઇંગ્લૅન્ડમાં સ્પર્ધાનું આયોજન કરાયું છે

પુણેના બોપખેલમાં આવેલી પીસીએમસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ

મહારાષ્ટ્રની એક ગામડાની સરકારી સ્કૂલે વર્લ્ડ બેસ્ટ સ્કૂલના ૨,૫૦,૦૦૦ ડૉલર (અંદાજે ૨ કરોડ રૂપિયા)નું ઇનામ ધરાવતી સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સમાજના વિકાસમાં સ્કૂલના યોગદાનની ઉજવણી કરવાના પ્રયાસરૂપે ઇંગ્લૅન્ડમાં સ્પર્ધાનું આયોજન કરાયું છે. પુણેના બોપખેલમાં આવેલી પીસીએમસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જો જીતી ગઈ તો એને આ ઇનામ મળશે. એનજીઓ આકાંક્ષા ફાઉન્ડેશન અને સ્થાનિક સરકાર દ્વારા પુણે જિલ્લાના એક ગામમાં આ સ્કૂલ આવી છે. મોટા ભાગનાં બાળકો ગરીબ પરિવારનાં છે. આ સ્કૂલ તેમના પરિવારને નાણાકીય સહાય પણ કરે છે. સ્કૂલ દ્વારા જ મફત ડૉક્ટરી તપાસનો કાર્યક્રમ પણ સમાજમાં શરૂ કર્યો હતો, એટલું જ નહીં, ‘માસ્ટર શેફ’ નામનો કાર્યક્રમ શરૂ કરીને પરિવારોને તંદુરસ્ત અને સંતુલિત આકાર કઈ રીતે લેવો એ પણ શીખ‍વે છે. સમગ્ર વિશ્વમાંથી અનેક એન્ટ્રી આવી હતી. એમાંથી આ સ્કૂલની પસંદગી થઈ છે. ઇનામ આ સ્કૂલ જીતશે તો અમુક રકમ આકાંક્ષા ફાઉન્ડેશનને આપવામાં આવશે, જેથી એ અન્ય સ્કૂલોમાં પણ આવી પ્રવૃત્તિ કરી શકે.  

international news maharashtra pune