એમ. એસ. ધોની માટે ધોનીને મળશે 22 કરોડ

28 October, 2014 03:25 AM IST  | 

એમ. એસ. ધોની માટે ધોનીને મળશે 22 કરોડ



રશ્મિન શાહ

જો વાત સાચી હોય તો ધોનીને આ રાઇટ્સ પેટે બાવીસ કરોડ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું છે. બાયોગ્રાફિકલ ફિલ્મ માટે કોઈ એક વ્યક્તિને આટલી મોટી રકમ ચૂકવવામાં આવે એવું ઇન્ડિયન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તો આ અગાઉ ક્યારેય બન્યું નથી અને શક્ય છે કે હૉલીવુડમાં પણ રાઇટ્સ લેવા માટે આ સ્તરની મોટી રકમ ચૂકવવામાં આવી હોય એ લિસ્ટમાં પણ ધોનીનો સમાવેશ થાય. રાઇટ્સ માટે આ રકમ મેળવ્યા પછી પણ ધોનીને ફિલ્મના પ્રૉફિટમાંથી તો જે હિસ્સો મળવાનો છે એ તો અલગ જ ગણાશે.