ભારતીય મૂળનાં લેખિકા અવનિ દોશીની નવલકથા બુકર પ્રાઇઝ માટે શૉર્ટલિસ્ટેડ

16 September, 2020 04:04 PM IST  |  London | Agency

ભારતીય મૂળનાં લેખિકા અવનિ દોશીની નવલકથા બુકર પ્રાઇઝ માટે શૉર્ટલિસ્ટેડ

અવનિ દોશી

દુબઈ રહેતાં ભારતીય મૂળનાં લેખિકા અવનિ દોશી રચિત નવલકથા ‘બર્ન્ટ શુગર’ને વિશ્વપ્રસિદ્ધ બુકર પ્રાઇઝની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવેલી ૬ કૃતિઓમાં સ્થાન મળ્યું છે. ઑક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૦ વચ્ચે બ્રિટન અથવા આયરલૅન્ડમાં પ્રકાશિત ૧૩ લૉન્ગ-લિસ્ટેડ નવલકથાઓને નિર્ણાયકોએ ફરી તપાસીને ૬ નવલકથાઓ શૉર્ટલિસ્ટ કરી હતી. અન્ય શૉર્ટલિસ્ટેડ નવલકથાઓના સર્જકોમાં ડિયેન કુક, ત્સીત્સી ડંગારેમ્બ્ગા, માઝા મેન્જિસ્ટ, ડગ્લાસ સ્ટુઅર્ટ અને બ્રેન્ડન ટાયલરનો સમાવેશ છે.

બુકર પ્રાઇઝની વિજેતા નવલકથાના સર્જકને ૫૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૪૭.૩૭ લાખ રૂપિયા)નું ઇનામ આપવામાં આવે છે. અવનિ દોશીનો જન્મ અમેરિકામાં થયો હતો અને હાલમાં તેઓ દુબઈ રહે છે. અવનિની પ્રથમ નવલકથા ‘ગર્લ ઇન વાઇટ કૉટન’ ગયા વર્ષે ભારતમાં પ્રકાશિત થઈ હતી અને જુલાઈમાં બ્રિટનમાં રિલીઝ થઈ હતી.

international news london