બ્રિટન બાદ હવે જર્મનીમાં સખત લૉકડાઉન લાગુ

07 January, 2021 03:27 PM IST  |  Berlin | Gujarati Mid-day Correspondent

બ્રિટન બાદ હવે જર્મનીમાં સખત લૉકડાઉન લાગુ

ફાઈલ તસવીર

બ્રિટન બાદ હવે જર્મનીએ પણ લૉકડાઉન નાખવાની જાહેરાત કરી છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલે પ્રેસ કૉન્ફરન્સ કરીને દેશમાં ૩૧ જાન્યુઆરી સુધી લૉકડાઉન લાદવાની જાહેરાત કરી હતી. આ સાથે લૉકડાઉનના નિયમો કડક બનાવવામાં આવ્યા છે.

ગાઇડલાઇન મુજબ જાન્યુઆરીના અંત સુધી દુકાનો અને રેસ્ટોરાં બંધ રહેશે. મહિનાના અંત સુધી ઑનલાઇન યોજાતા વર્ગોની સાથે સ્કૂલો પણ બંધ રહેશે. આ અંગે જાણકારી આપતાં ચાન્સેલરે કહ્યું કે ૨૫ જાન્યુઆરીએ સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે.

lockdown international news germany