લૉઇડ ઑસ્ટિન બન્યા અમેરિકાના પહેલા અશ્વેત સંરક્ષણમંત્રી

24 January, 2021 01:14 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

લૉઇડ ઑસ્ટિન બન્યા અમેરિકાના પહેલા અશ્વેત સંરક્ષણમંત્રી

પ્રતીકાત્મક તસવીર

જનરલ લૉઇડ જે ઑસ્ટિનને અમેરિકન સંરક્ષણ મુખ્યાલય પેન્ટાગોનના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઑસ્ટિન દેશના પ્રથમ અશ્વેત સંરક્ષણમંત્રી બનશે. જનરલ ઑસ્ટિન બાઇડનના દિવંગત પુત્ર કૅપ્ટન બીયુ બાઇડનની સાથે ઈરાકમાં પણ કામ કરી ચૂક્યા છે. કૅપ્ટન બીયુનું નિધન ૪૬ વર્ષની વયમાં બ્રેન કૅન્સરને કારણે થયું હતું. રાષ્ટ્રપતિ જો બાઇડનની કૅબિનેટમાં ઓસ્ટિનની આ બીજી નિયુક્તિ છે. સૅનેટે ૯૩-૨ વોટથી તેમના નામને સમર્થન આપ્યું છે. એક દિવસ અગાઉ અવરીલ હેન્સને રાષ્ટ્રીય ગુપ્ચચર વિભાગના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

international news united states of america