કોરોનામુક્ત કહેવાતા ચીનમાં ફ્રોઝન ફૂડમાં મળ્યો જીવતો કોરોના વાયરસ

18 October, 2020 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનામુક્ત કહેવાતા ચીનમાં ફ્રોઝન ફૂડમાં મળ્યો જીવતો કોરોના વાયરસ

પ્રતીકાત્મક તસવીર

વિશ્વમાં મહામારીનો કારણ બનેલો કોરોના વાયરસનો અંત દેખાઈ રહ્યો નથી. વિશ્વભરના વૈજ્ઞાનિકો વેક્સિન ડેવલપ કરી રહ્યા છે એવામાં એક શોકિંગ ઘટના ચીનમાં જ બની છે. ચીનમાં એક જીવતો કોરોના વાયરસ મળી આવ્યો છે.

ચીનના સ્વાસ્થ્ય પ્રાધિકરણે કિંગદાઓ શહેરમાં ફ્રોઝન ફૂડના પેકેટના બહારના ભાગમાં જીવતો કોરોના વાયરસ શોધી કાઢ્યો છે, એમ ચીન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)એ એક નિવેદનમાં જણાવ્યું હતું.

ચીનમાં પહેલીવાર જીવતો કોરોના વાયરસ કોલ્ડ-ચેન ફૂડના બાહ્ય ભાગમાંથી અલગ કરવામાં આવ્યો છે. સીડીસીનું કહેવું છે કે ફ્રોઝન ફૂડના બાહ્ય ભાગમાંથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે. કિંગદાઓ શહેરમાં દરેક નાગરિકો (1.1 કરોડ)નું કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સત્તાનું કહેવુ હતું કે એક પણ નવા કેસ સામે આવ્યા નથી.

જુલાઈમાં ચીને પેકેજિંગ ઉપર ઘાતક વાયરસ અને એક કંટેનરના આંતરિક ભાગમાં પણ વાયરસ મળી આવતા ફ્રોઝન ફૂડની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. સીડીસીએ કહ્યું કે, કિંગદાઓમાં આ પેકેટ્સમાં જીવતા વાયરસ મળતા તેને અલગ કરવામાં આવ્યા છે.

coronavirus covid19 china international news