હૉલીવુડ-ઍક્ટ્રેસ લિન્ડ્સે લોહાને નાણાભીડને કારણે ડ્રેસ વેચી દીધા

10 December, 2012 09:10 AM IST  | 

હૉલીવુડ-ઍક્ટ્રેસ લિન્ડ્સે લોહાને નાણાભીડને કારણે ડ્રેસ વેચી દીધા




લિન્ડ્સે લોહાને રોકડ નાણાં મેળવવા કપડાં વેચવા પોતાની નાની બહેન ઍલીની મદદ લીધી હતી. લૉસ ઍન્જલસમાં ઍલી આ ડ્રેસિસ વેચતી દેખાઈ હતી. ૨૬ વર્ષની લોહાન અત્યારે ભારે આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે. ૨૦૧૧માં તે એક જ્વેલરી શૉપમાં નેક્લેસ ચોરતાં પકડાઈ હતી. એ પછી દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતાં પકડાયા બાદ તેની સામે કેસ ચાલ્યો હતો. ગયા ફેબ્રુઆરી મહિનામાં તેણે આર્થિક કટોકટી હળવી કરવા પ્લેબૉય મૅગેઝિન માટે ન્યુડ ફોટો-સેશન કરાવ્યું હતું. છેલ્લે ‘લીઝ ઍન્ડ ડિક’ નામની ટેલિફિલ્મમાં તેણે કામ કર્યું હતું. કરીઅરના પ્રારંભમાં ‘ફ્રિકી ફ્રાઇડે,’ ‘મીન ગલ્ર્સ’ અને ‘બૉબી’ જેવી ફિલ્મોએ લિન્ડ્સે લોહાનને ફેમસ બનાવી હતી, પણ ત્યાર બાદ એક પછી એક કાનૂની કેસોએ તેની કરીઅરને ખોટા પાટે ચડાવી દીધી હતી.