કુલભૂષણ જાધવ માટે ભારતને વકીલ નિમવા દો : પાકિસ્તાન કોર્ટ

04 September, 2020 07:39 PM IST  |  Mumbai | Agencies

કુલભૂષણ જાધવ માટે ભારતને વકીલ નિમવા દો : પાકિસ્તાન કોર્ટ

કુલભૂષણ જાધવ

પાકિસ્તાનની હાઇ કોર્ટે ગુરુવારે ત્યાંની સરકારને કુલભૂષણ જાધવનું પ્રતિનિધિત્વ કરવા માટે વકીલની નિમણૂક કરવા માટે ભારતને વધુ એક તક આપવા જણાવ્યું હતું અને મામલાની સુનાવણી એક મહિના માટે મુલતવી કરી હતી.
ઇસ્લામાબાદ હાઇ કોર્ટ (આઇએચસી)એ પાકિસ્તાની મિલિટરી કોર્ટ દ્વારા જાધવને અપાયેલી મૃત્યુદંડની સજાની સમીક્ષાની સુનાવણી માટે જાધવ માટે વકીલની નિમણૂંકનો મુદ્દો ઊઠાવ્યો હતો.
૫૦ વર્ષીય નિવૃત્ત ભારતીય નેવી ઓફિસર જાધવને પાકિસ્તાનની મિલિટરી કોર્ટે એપ્રિલ, ૨૦૧૭માં “જાસૂસી અને આતંકવાદ”ના આરોપસર મોતની સજા સંભળાવી હતી.

national news pakistan international news kulbhushan jadhav