કોરોનાથી બચવા 2.25 ટ્રિલ્યન ડૉલરના નોટ-સિક્કાઓ સાઉથ કોરિયાએ નષ્ટ કર્યા

02 August, 2020 11:32 AM IST  |  Pangong | Agencies

કોરોનાથી બચવા 2.25 ટ્રિલ્યન ડૉલરના નોટ-સિક્કાઓ સાઉથ કોરિયાએ નષ્ટ કર્યા

2.25 ટ્રિલ્યન ડૉલરના નોટ-સિક્કાઓ સાઉથ કોરિયાએ નષ્ટ કર્યા

કોરોના વાઇરસ સંકટ સામે હાલ આખું વિશ્વ લડી રહ્યું છે ત્યારે દક્ષિણ કોરિયામાં લોકોમાં મહામારીનો એવો ખૌફ ફેલાયો છે કે તેમણે ૨.૨૫ ટ્રિલ્યન ડૉલર મૂડીની નોટ અને સિક્કાઓને નષ્ટ કરી દીધા છે. દક્ષિણ કોરિયાના લોકોએ કોરોના વાઇરસથી બચવા માટે ત્યાંની ચલણી નોટોને વોશિંગ મશીનમાં નાખી દીધી એવી મીડિયા રિપોર્ટથી માહિતી મળી છે.

રિપોર્ટ મુજબ કેટલાય લોકો તો એવા હતા જેમણે નોટોના બંડલ ઑવનમાં નાખી દીધા જેના કારણે મોટાભાગે નોટ સળગી ગઈ. ત્યારે હવે દક્ષિણ કોરિયાની રિઝર્વ બૅન્ક આ ટ્રિલ્યન ડૉલરના નુકસાનથી ઝઝૂમી રહી છે. રિપોર્ટ મુજબ દક્ષિણ કોરિયાની રિઝર્વ બૅન્ક કહેવાતી બૅન્ક ઑફ કોરિયાએ શુક્રવારે જણાવ્યું કે છેલ્લા છ મહિનામાં વર્ષ ૨૦૧૯ની અપેક્ષાઅે લોકોએ ત્રણગણી વધુ બળેલી નોટો બદલાવી છે. બૅન્કે કહ્યું કે આની પાછળ સૌથી મોટું કારણ કોરોના વાઇરસનો ખૌફ છે.
રિપોર્ટ પ્રમાણે બૅન્કે કહ્યું કે જાન્યુઆરીથી જૂન વચ્ચે ૧.૩૨ ટ્રિલ્યન વોન( લગભગ ૧.૧ અબજ ડૉલર)ની સળગેલી નોટો બૅન્કને પરત કરવામાં આવી હતી, જ્યારે ગત વર્ષે માત્ર ૪૦ લાખ ડૉલરની સળગેલી નોટ પરત કરવામાં આવી હતી.

south korea international news coronavirus covid19