Father's day 2019: જાણો કઇ રીતે થઇ ફાધર્સ ડે ઉજવવાની શરૂઆત

15 June, 2019 08:31 PM IST  | 

Father's day 2019: જાણો કઇ રીતે થઇ ફાધર્સ ડે ઉજવવાની શરૂઆત

હેપ્પી ફાધર્સ ડે

બાળકોને ખુશ કરવા માટે ક્યારેક રમકડું બની જાય છે પપ્પા. જો ઊંઘ આવતી હોય તો ખોળામાં સુવડાવી દેતાં પથારી બની જતાં હોય છે પપ્પા. ક્યારેક ખભે બેસાડીને દુનિયા દેખાડે છે તો ક્યારેક આંગળી પકડીને આધાર બની જાય છે પપ્પા. અહીં સુખ અને સુરક્ષિતતાનો કહ્યા વગરનો એવો અનુભવ મળે છે જે વ્યક્ત કરી શકાતો નથી. ફાધર્સ ડે જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. મોટા ભાગે જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે

ફાધર્સ ડે આખા વિશ્વમાં ઉજવવમાં આવે છે જેનો મૂળ હેતુ બાળકોના જીવનમાં પિતાનું શું મહત્વ છે તે જણાવવાનું હોય છે. સૌથી પહેલા 19 જૂન 1910ના વૉશિંગ્ટનમાં આ ઉજવવામાં આવ્યો હતો. પણ 1972માં આ દિવસને અધિકારિક માન્યતા મળી. સાથે જ આ દિવસે રજાની પણ જાહેરાત કરવામાં આવી.

ક્યારે છે ફાધર્સ ડે

16 જૂન 2019ને રવિવારના રોજ ફાધર્સ ડે આવે છે.

શું છે કારણ

મોટાભાગના વિસ્તારમાં જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. સૌથી પહેલા 5 જુલાઇ 1908ના વેસ્ટ વર્જીનિયાના ફેરમોન્ટમાં ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો હતો. ગ્રેસ ગોલ્ડન ક્લાયટોન અનાથ હતી અને તેણે આ દિવસને ખાસ મહત્વ આપવા માટે ઘણા સમય સુધી પ્રયત્ન કર્યા. મહિના પહેલા 6 ડિસેમ્બર 1907ના થયેલા એક અકસ્માતમાં લગભગ 210 લોકોના જીવ ગયા. ક્લાયટોને તે જ 210 લોકોની યાદમાં આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું, પણ અફસોસ તે વખતે આની માટે રજા નહોતી.

આ પણ વાંચો : પિતાની જિંદગી બચાવવા પુત્ર કરી રહ્યો છે આ કામ

ફાધર્સ ડે ઉજવવા માટે બીજી સ્ટોરી એ પણ સાંભળવા મળે છે. વર્ષ 1910માં 19 જૂનના વૉશિંગ્ટન ના સોનોરા સ્માર્ટ ડોડના પ્રયત્નો પછી ઉજવવામાં આવ્યો. 1909માં સ્પોકાને ચર્ચમાં મધર્સ ડે પર ઉપદેશ અપાતો હતો જેના પછી ડોડને લાગ્યું કે મધર્સ ડેની જેમ જ ફાધર્સ ડે પણ ઉજવવામાં આવવો જોઇએ. ઓલ્ડ સેન્ટેનરી પ્રેસ્બિટેરિયન ચર્ચના પાદરી ડૉક્ટર કોનરાડ બ્લુહ્મની મદદથી આ વિચારને સ્પોકાને YMCA લઈ ગઈ. જ્યાં સ્પોકાને YMCA અને અલાયન્સ મિનિસ્ટ્રીએ આ વિચાર પર પોતાની સંમતિ દર્શાવી અને 1910માં પહેલી વાર ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો.

fathers day