પાકિસ્તાનમાં એક અધિકારીએ બીજાને કિસ કરી કહ્યું, હું કોરોના પોઝિટિવ છું!

08 December, 2020 02:12 PM IST  |  Karachi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનમાં એક અધિકારીએ બીજાને કિસ કરી કહ્યું, હું કોરોના પોઝિટિવ છું!

પ્રતીકાત્મક તસવીર

કરાચી મેટ્રોપોલિટન કોર્પોરેશનમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં બદલો લેવા માટે એક અધિકારીએ બીજા અધિકારીને કિસ કરી લીધી. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે બાદમાં જણાવ્યું કે તે કોરોનાથી સંક્રમિત છે. રિપોટ્‌ર્સના પ્રમાણે આરોપી માત્ર આ એક જ પીડિત શખસને નહીં, અનેક લોકોને કોરોના પોઝિટિવ થયા બાદ મળ્યો હતો. જ્યારે બાકી કર્મચારીઓને આ વાતની ખબર પડી તો તેઓ પણ ડરના માર્યા ઑફિસથી ભાગી નિકળ્યા.

પાકિસ્તાનના કરાચીમાં એક કોરોના સંક્રમિત અધિકારીએ એક અન્ય મેટ્રોપોલિટન કોર્પોરેશનના અધિકારી સામે બદલો લેવાના ઇરાદે કિસ કરી લીધી. કિસ કર્યા બાદ તેમણે એ અધિકારીને કહ્યું કે તેઓ કોરોના પોઝિટિવ છે. આ સાંભળતા જ પીડિત અધિકારીના હોંશ ઉડી ગયા.

coronavirus covid19 international news pakistan karachi