આ પટેલ દંપતીના દાનથી અમેરિકામાં ખુલી મેડિકલ કૉલેજ

15 September, 2019 06:41 PM IST  |  ફ્લોરિડા, અમેરિકા

આ પટેલ દંપતીના દાનથી અમેરિકામાં ખુલી મેડિકલ કૉલેજ

ડૉ.કિરણ પટેલ અને પલ્લવી પટેલ

અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ છે. ગુજરાતીઓ અમેરિકામાં મોટેલ સહિતના બિઝનેસ માટે ફેમસ છે. પરંતુ ત્યાં સ્થાયી થયેલા નાગરિકો અમેરિકાના ભવિષ્યની ચિંતા કરતા કે અમેરિકનોને મદદ કરતા પણ અચકાતા નથી. તાજેતરમાં જ એક ગુજરાતી દંપતીએ અમેરિકામાં એટલું દાન આપ્યું કે તેમના દાનથી મેડિકલ કોલેજ ખોલવામાં આવી છે.

વાત છે મૂળ ભારતના ડોક્ટર દંપતી કિરણ સી. પટેલ અને પલ્લવી પટેલની. જેમણે 25 કરોડ ડૉલર એટલે કે લગભગ 1,775 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જેમના દાનથી અમેરિાકના ફ્લોરિડામાં મેડિકલ કોલેજ ખુલી છે. મેડિકલ કોલેજની સત્તાવાર શરૂઆત શનિવારે થઈ છે.

કોઈ ભારતીયએ અમેરિકામાં આપેલું આ સૌથી વધુ દાન છે. શનિવારે નોવા સાઉથ ઈસ્ટર્ન યુનિવર્સિટીના તંપા બેમાં નવા મેડિકલ કોલેજનું ઉદઘાટન થયું. ઉદઘાટન પણ આ પટેલ ડોક્ટર દંપતીના હાથે જ કરવામાં આવ્યું. જાંબિયામાં જન્મેલા અને મૂળ ગુજરાતી ડૉકટર કિરણ પટેલ હ્રદય રોગના નિષ્ણાત છે. તો તેમના પત્ની પલ્લવી બાળ રોગના સ્પેશિયાલિસ્ટ છે.

નવી મેડિકલ કોલેજ 3 લાખ સ્ક્વેર ફીટ કેમ્પસમાં તયાર થઈ છે. જે NSUની ચાર કોલેજ માટે સેટેલાઈટ સેન્ટર તરીકે પણ કામ કરશે. આ હોસ્પિટલમાં દંપતીના નામ પર બનેલા ડૉક્ટર પલ્લવી પટેલ કોલેજ ઓફ હેલ્થકૅર સાયન્સિઝ અને ડૉક્ટર કિરણ સી પટેલ કોલેજ ઓફ ઓસ્ટિયૌપૈથિક મેડિસિન પણ છે.

આ પણ વાંચોઃ બદામના છોડ ચરી જવા બદલ બે બકરીઓને પોલીસે અરેસ્ટ કરી

ઉદઘાટન સમયે કિરણ પટેલે કહ્યું,'દુનિયમાં આ રીતે યોગદાન કરવાની તક નિરાળી હોય છે. લોકોની જિંદગીમાં પરિવર્તન લાવવા માટે સક્ષમ હોવું મારા માટે સન્માનની વાત છે.' નવી કોલેજમાં ઓસ્ટિયોપૈથિક મેડિસિનનો અભ્યાસ શરૂ થઈ ચૂક્યો છે.

united states of america gujarat