નિયમિત સ્વિમિંગ કરતાં બાળકો વધુ સ્માર્ટ હોય છે

19 November, 2012 07:16 AM IST  | 

નિયમિત સ્વિમિંગ કરતાં બાળકો વધુ સ્માર્ટ હોય છે

ઑસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ કરેલા અભ્યાસના તારણ મુજબ સ્વિમિંગ કરતાં બાળકો માત્ર શારીરિક રીતે જ મજબૂત નથી હોતાં, માનસિક રીતે પણ જલદી પરિપક્વ બને છે. ઑસ્ટ્રેલિયાની ગ્રિફિથ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એજ્યુકેશનલ રિસર્ચના સંશોધકોનું કહેવું છે કે નિયમિત સ્વિમિંગ કરતાં બાળકો પેપર કાપવું, ચિત્રોમાં રંગ પૂરવા, લાઇન્સ અને જુદા-જુદા આકારો દોરવામાં જલદી નિપુણ બને છે એટલું જ નહીં; ગણિત-આધારિત વિવિધ સ્કિલ્સ પણ તેઓ ઝડપથી શીખી જાય છે.

ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ અને અમેરિકામાં ત્રણથી પાંચ વર્ષની વયનાં ૭૦૦૦થી વધારે બાળકોનો અભ્યાસ કર્યા પછી વિજ્ઞાનીઓએ આ તારણ આપ્યું હતું. સ્ટડીનું નેતૃત્વ કરનાર પ્રોફેસર રૉબિન જોર્ગેન્સને કહ્યું હતું કે શરૂઆતનાં વર્ષોમાં સ્વિમિંગ કરવાનું શીખી જતાં બાળકો મોટી વયે ઝડપથી નવી બાબતો શીખે છે.