અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોએ ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરી

14 December, 2020 10:53 AM IST  |  Mumbai | Agencies

અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોએ ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરી

વૉશિંગ્ટનમાં ગાંધીની પ્રતિમાને રંગ લગાવ્યા બાદ એને ખંડિત કરી હતી ત્યાર બાદ એના પર આ રીતે ખાલિસ્તાનનો ઝંડો લગાડાયો હતો. ટ્વીટર ફોટો

વૉશિંગ્ટનમાં ખાલિસ્તાની અલગતાવાદીઓના સભ્યોએ ભારતના નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં સિખ-અમેરિકન યુવાનો દ્વારા આયોજિત વિરોધ-પ્રદર્શન દરમ્યાન મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું.
ગ્રેટર વૉશિંગ્ટન ડીસી ક્ષેત્ર, મેરીલૅન્ડ અને વર્જિનિયાની આસપાસના સેંકડો સિખોની સાથોસાથ ન્યુ યૉર્ક, ન્યુ જર્સી, પેન્સિલ્વેનિયા, ઇન્ડિયાના, ઓહિયો અને નૉર્થ કેરોલિનાના સિખોએ પણ શનિવારે ભારતીય દૂતાવાસ સુધી કાર-રેલી કાઢી હતી. આ બધા પ્રદર્શનકારી ખેડૂતોની સાથે એકજૂથતા વ્યક્ત કરવા માટે ભેગા થયા હતા.
જોકે શાંતિપૂર્ણ વિરોધ ટૂંક સમયમાં જ અલગતાવાદી સિખો દ્વારા હાઇજેક કરી લેવાયો, જે ભારત વિરોધી પોસ્ટર અને બૅનરની સાથે ખાલિસ્તાની ઝંડા લઈ જઈ રહ્યા હતા, જેમાં કહ્યું હતું કે તેઓ ખાલિસ્તાન ગણરાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. વિરોધ-પ્રદર્શન દરમ્યાન, ખાલિસ્તાન સમર્થકના યુવા મહાત્મા ગાંધીની પ્રતિમા પર કૂદી પડ્યા અને તેના પર પોસ્ટ ચીપકાવી દીધાં. ગ્રુપ ભારત વિરોધી અને ખાલિસ્તાન સમર્થક નારા લગાવી રહ્યા હતા.

international news national news mahatma gandhi