કપિલ સિબલે નરેન્દ્ર મોદી પર લખી કવિતા

15 October, 2013 03:06 AM IST  | 

કપિલ સિબલે નરેન્દ્ર મોદી પર લખી કવિતા


થોડા સમય પહેલાં જ તેમણે કૉન્ગ્રેસના કટ્ટર રાજકીય હરીફ એવા ગુજરાતના મુખ્ય પ્રધાન અને BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર કવિતા લખી હતી. સ્વાભાવિકપણે જ આ કવિતામાં તેમણે મોદીજીનાં ગુણગાન નથી ગાયાં, પણ મોદીએ કરેલા વિકાસના મોટા દાવાઓ પર તીખો કટાક્ષ કર્યો છે.

લેટેસ્ટ ન્યુઝ એ છે કે સિબલે મોદી પર લખેલી કવિતા પરથી ટૂંક સમયમાં સૉન્ગ તૈયાર થશે. કવિતા પર હાથ અજમાવવાનો સિબલનો આ પ્રથમ પ્રયાસ નથી, આ અગાઉ તેમણે ‘દિલ્લી ગૅન્ગ’ નામની બૉલીવુડની મૂવી માટે એક નહીં, પણ બબ્બે સૉન્ગ લખ્યાં હતાં. આ સૉન્ગ જોકે લોકોની જીભે ચડ્યાં નહોતાં એ અલગ વાત છે. હવે તેઓ પ્લેબૅક સિંગર મધુશ્રી ભટ્ટાચાર્યના આગામી આલબમ માટે પણ ગીતો લખવાના છે.