વધુ એક સિદ્ધિઃ કમલા હૅરિસને ૮૫ મિનિટ માટે પ્રેસિડેન્શિયલ પાવર્સ મળ્યા

21 November, 2021 02:24 PM IST  |  Washington DC | Gujarati Mid-day Correspondent

વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસ અમેરિકાનાં પ્રથમ મહિલા બન્યાં છે કે જેમને ૮૫ મિનિટ માટે પ્રેસિડેન્શિયલ પાવર્સ આપવામાં આવ્યા હતા.

ફાઇલ ફોટો

વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસ અમેરિકાનાં પ્રથમ મહિલા બન્યાં છે કે જેમને ૮૫ મિનિટ માટે પ્રેસિડેન્શિયલ પાવર્સ આપવામાં આવ્યા હતા. આ પાવર્સ તેમને પ્રેસિડન્ટ જો બાઇડન શુક્રવારે એક કલાકને ૨૫ મિનિટ સુધી રૂટીન કોલોનોસ્કોપી માટે ઍનેસ્થેસિયા હેઠળ હતા ત્યારે આપવામાં આવ્યા હતા.  
અમેરિકાનાં પ્રથમ મહિલા, પ્રથમ અશ્વેત અને પ્રથમ સાઉથ એશિયન વાઇસ પ્રેસિડન્ટે આ વધુ એક અચીવમેન્ટ મેળવી છે. બાઇડન ઍનેસ્થેસિયા હેઠળ હતા ત્યારે હૅરિસે વેસ્ટ વિન્ગમાં
તેમની ઑફિસમાંથી જ કામગીરી સંભાળી હતી. પ્રેસિડન્ટ કોઈ મેડિકલ પ્રોસીજર્સમાંથી પસાર થાય ત્યારે વાઇસ પ્રેસિડન્ટને પ્રેસિડેન્શિયલ પાવર્સ આપવામાં આવે એ રૂટીન છે. આ પહેલાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યૉર્જ ડબ્લ્યુ બુશ તેમના કાર્યકાળ દરમિયાન અનેક વખત રૂટીન કોલોનોસ્કોપી પ્રોસીજર્સમાંથી પસાર
થયા હતા ત્યારે એ સમયના વાઇસ પ્રેસિડન્ટ ડિક ચેનીએ પ્રેસિડેન્શિયલ પાવર્સ મેળવ્યા હતા. હૅરિસને ઑફિશ્યલી પ્રેસિડેન્શિયલ પાવર્સ ટ્રાન્સફર કરવા માટે બાઇડેને હાઉસના સ્પીકર નૅન્સી પેલોસીને લેટર લખ્યો હતો. દરમિયાનમાં બાઇડનના રૂટીન ચેકઅપ બાદ વાઇટ હાઉસના ફિઝિશ્યન કેવિન ઓકોન્નોરે જણાવ્યું હતું કે ‘પ્રેસિડન્ટ હેલ્ધી છે. તેઓ પ્રેસિડન્ટ તરીકેની તેમની ફરજો સફળતાપૂર્વક નિભાવવા માટે ફિટ છે.’ 

international news joe biden