કમલા હૅરિસ પ્રેસિડેન્ટ બનશે તો અમેરિકાનું ‘અપમાન’ ગણાશેઃ ટ્રમ્પ

09 September, 2020 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કમલા હૅરિસ પ્રેસિડેન્ટ બનશે તો અમેરિકાનું ‘અપમાન’ ગણાશેઃ ટ્રમ્પ

કમલા હૅરિસે (Kamala Harris) ઉપરાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી અધિકૃતપણે સ્વિકારી તે સાથે કમલા હેરિસે ઈતિહાસ રચ્યો છે કારણ કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોઈ મોટી પૉલીટીકલ પાર્ટી તરફથી પહેલી વખત કોઈ મહિલાએ આ ઉમેદવારી સ્વિકારી છે. દરેક લોકોની નજર તેમના ઉપર છે પરંતુ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ડેમોક્રેટિક વાઈસ પ્રેસિડેન્ટ ઉમેદવાર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, લોકો તેને નાપસંદ કરે છે અને જો તે પ્રેસિડેન્ટ બને તો અમેરિકા માટે અપમાન ગણાશે.

ટ્રમ્પે નોર્થ કોરોલીનાની રેલીને સંબોધતા કહ્યું કે, વાત સ્પષ્ટ છે જો બિડન જીતશે તો ચીન જીતશે. આપણે વિશ્વનું શ્રેષ્ઠ અર્થતંત્ર ઉભુ કર્યું છે, પરંતુ આપણે આ અર્થતંત્રના દ્વાર બંધ કરવા પડ્યા હતા કારણ કે ચીની મહામારી આવી હતી, જોકે હવે ફરી અર્થતંત્રને ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. કમલા હૅરિસને લોકો નાપસંદ કરે છે. તે ક્યારે પણ યુએસની ફર્સ્ટ વુમન પ્રેસિડેન્ટ બની શકશે નહીં. આપણા દેશ માટે તે અપમાન ગણાશે.

ટ્રમ્પે ઉમેર્યું કે, ચીન અને તોફાનીઓ બિડનને જીતાડવા માગે છે કારણ કે તેમને ખબર છે કે તેની પોલીસીથી અમેરિકાનો પસ્ત થશે. કમલા હૅરિસે મેદાન છોડી દીધુ હોવા છતાં બિડને તેની પસંદગી કરી એ વાત ઈન્ટરસ્ટીંગ છે.

ટ્રમ્પે કહ્યું કે, ચીન સાથેના સોદા હવે પહેલાની જેમ નહીં થાય. આપણે ચીન સાથે ઘણા કરાર કર્યા હતા પરંતુ કોરોના મહામારીને લીધે આમાં ફેરફાર થશે.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રૅટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડને પક્ષના ઉપપ્રમુખપદના ઉમેદવારરૂપે ભારતીય મૂળનાં કમલા હૅરિસની પસંદગી કરતાં અમેરિકાની અશ્વેત મહિલાઓમાં ખુશી ફેલાઈ ગઈ હતી.

donald trump