ઍન્ટાર્કટિકા હજી સુધી કોરોના સંક્રમણથી મુક્ત

13 September, 2020 12:43 PM IST  |  Johannesburg | Agency

ઍન્ટાર્કટિકા હજી સુધી કોરોના સંક્રમણથી મુક્ત

પ્રતીકાત્મક તસવીર

આજે પણ વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીના ભય વિના મુક્તપણે માસ્ક પહેર્યા વિના ફરી શકાય એવો એક માત્ર ઉપખંડ એન્ટાર્કટિકા છે.

અહીં રહેનારા લગભગ ૧૦૦૦ જેટલા વૈજ્ઞાનિકો અને અન્યોને ભય છે કે ઉપખંડ પર આવનારા તેમના સહકર્મચારીઓ તેમની સાથે ઘાતક બીમારીને ન લેતા આવે.

એન્ટાર્કટિકા દ્વીપથી દૂર આવેલા બ્રિટનના રોથેરા રિસર્ચ સ્ટેશનના ફીલ્ડ ગાઇડ રોબ ટેલરના જણાવ્યા મુજબ કોરોના વાઇરસ મહામારી આવી એ પૂર્વેના દિવસોમાં આત્મનિર્ભર અને મનોવૈજ્ઞાનિક તણાવ એન્ટાર્કટિકા માટે સામાન્ય હતા.

બ્રિટનમાં જ્યારે લોકો લૉકડાઉનનો સામનો કરી રહ્યા હતા ત્યારે ઑક્ટોબરમાં જ એન્ટાર્કટિકા વી ગયેલા વૈજ્ઞાનિકો અને અન્યો મહામારીનો સમય ચૂકી ગયા હતા. આ સમયે તો સ્કિઇંગ કરવાનો, જિમનો તેમ જ સામાન્ય જીવનનો આનંદ ઉઠાવી શકતા હતા.

કોરોના ચીને જ ફેલાવ્યો, પુરાવા છે : ચીની વૈજ્ઞાનિક

કોરોના દુનિયાભરમાં કેવી રીતે ફેલાયો અને એને માટે કોણ જવાબદાર છે એવી ચર્ચા વચ્ચે એક ચીની મહિલા વૈજ્ઞાનિકે એવી ચોંકાવનારી જાહેરાત કરી હતી કે કોરોના વાઇરસ માટે ચીન જવાબદાર છે અને મારી પાસે એના પુરાવા છે.

ચીનની વાઇરોલૉજિસ્ટ (વાઇરોલૉજી એટલે વિષાણુ વિજ્ઞાન કે વાઇરસ વિજ્ઞાન) લી મેંગ યાને એવો દાવો કર્યો હતો જરૂર પડ્યે હું એવા પુરાવા રજૂ કરી શકું છું કે કોરોના વાઇરસ ચીને જ ફેલાવ્યો હતો. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચીનની સરકાર કોરોના વાઇરસ વિશે ઘણી માહિતી છુપાવી રહી હતી. આ વાઇરસ માનવસર્જિત છે અને એમાં ચીનનો જ સૌથી મોટો ફાળો છે. ચીન ઘણી માહિતી છૂપાવીને બેઠું છે, પરંતુ મારી પાસે એ વાતના પુરાવા છે કે કોરોના વાઇરસ ચીને પેદા કર્યો અને એનો પ્રસાર કર્યો.

છેલ્લા ૨૪ કલાકમાં ૯૭૫૭૦ નવા કેસ નોંધાયા

એક જ દિવસમાં ૯૭,૫૭૦ નવા કોવિડ-19 કેસ સાથે દેશમાં કોરોના વાઇરસ પેશન્ટનો આંકડો ૪૬ લાખને પાર કરી ગયો છે, જ્યારે કે ૩૬,૨૪,૧૯૬ પેશન્ટ સારવાર બાદ સ્વસ્થ થતાં રિકવરી રેટ ૭૭.૭૭ ટકાએ પહોંચ્યો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

કોરોના વાઇરસના કેસ ૪૬,૫૯,૯૮૪ ઉપર નોંધાયા છે જ્યારે કે એક જ દિવસમાં ૧૨૦૧ લોકોના મૃત્યુ સાથે મરણાંક વધીને ૭૭,૪૭૨ ઉપર પહોંચ્યો હોવાનું મંત્રાલય દ્વારા સવારના આઠ વાગ્યે જારી કરાયેલા અપડેટમાં જાહેર કરાયું હતું.

કોરોના વાઇરસના ચેપને કારણે મરણાંક ઘટીને ૧.૬૬ ટકા રહ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસ ૯,૫૮,૩૧૬ છે, જે કુલ કેસલોડના ૨૦.૫૬ ટકા હોવાનું જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવાયું હતું.

johannesburg international news coronavirus covid19