જો બાઇડન રોજગાર આધારિત ગ્રીન કાર્ડ્સ પર નિયંત્રણ દૂર કરતો ખરડો મોકલશે

21 January, 2021 12:18 PM IST  |  Mumbai | Agencies

જો બાઇડન રોજગાર આધારિત ગ્રીન કાર્ડ્સ પર નિયંત્રણ દૂર કરતો ખરડો મોકલશે

તસવીર સૌજન્ય મિડ-ડે

અમેરિકાના ૪૬મા પ્રમુખ તરીકે શપથ લીધા બાદ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડને રોજગાર આધારિત ગ્રીન કાર્ડ્સ માટે દરેક દેશ દીઠ નિયંત્રણો નાબૂદ કરતો ખરડો (ઇમિગ્રેશન બિલ) કૉન્ગ્રેસને મોકલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ભારતના ઇન્ફોટેક ક્ષેત્રના અનેક ઇજનેરો તથા નિષ્ણાતોને લાભ થવાનો સંભવ છે. ખાસ કરીને જેમનો લિગલ પર્મેનન્ટ રેસિડન્સીનો વેઇટ પીરિયડ વીસ વર્ષથી વધારે નોંધાયો હોય તેમને માટે બાઇડન પ્રશાસનનો આ નિર્ણય ઘણો લાભદાયક નીવડે એવી શક્યતા છે.
વાઇટ હાઉસના એક નવા અધિકારીએ જણાવ્યા પ્રમાણે યુએસ સિટિઝનશિપ ઍક્ટ-૨૦૨૧ ઇમિગ્રેશન સિસ્ટમને આધુનિક બનાવે છે. ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારા રૂપે પરિવારોને જોડે રાખીને દેશના અર્થતંત્રમાં વૃદ્ધિ કરવા, સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ સાથે બૉર્ડર મૅનેજ કરવા, મધ્ય અમેરિકાથી સ્થળાંતરના પ્રશ્નોનું નિવારણ વગેરે લાક્ષણિકતાઓ નવા ખરડામાં છે.

international news united states of america joe biden