જો બાઇડને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાનને કહ્યું, ‘તમે હવે સૂઈ શકો છો’

25 May, 2022 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા ચૂંટાયેલા સાથી વર્લ્ડ લીડરને શુભેચ્છા આપવી એ એક બાબત છે, પરંતુ અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનને ઑસ્ટ્રેલિયાના અૅન્થની અલ્બનીઝે પૂરતી ઊંઘ લીધી કે નહીં એની પણ ચિંતા હતી. 

જો બાઈડન


ટોક્યો : નવા ચૂંટાયેલા સાથી વર્લ્ડ લીડરને શુભેચ્છા આપવી એ એક બાબત છે, પરંતુ અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનને ઑસ્ટ્રેલિયાના અૅન્થની અલ્બનીઝે પૂરતી ઊંઘ લીધી કે નહીં એની પણ ચિંતા હતી. 
વડા પ્રધાન તરીકે ચૂંટાયા બાદ તરત જ અલ્બનીઝ લાંબી ફ્લાઇટમાં બેઠા હતા એ બદલ ટોક્યોમાં ક્વૉડ સમિટમાં બાઇડને તેમની પ્રશંસા કરી હતી. અમેરિકન પ્રેસિડન્ટે કહ્યું હતું કે ‘તમારી પ્રથમ ક્વૉડ મીટિંગમાં હું તમને આવકારું છું.’ 
બાઇડને ઑસ્ટ્રેલિયાના નવા વડા પ્રધાનને કહ્યું હતું કે ‘તમે શપથ ગ્રહણ કર્યા અને તરત જ પ્લેનમાં બેઠા. એટલે તમે અહીં સૂઈ જશો તો વાંધો નથી. કેમ કે મને ખ્યાલ નથી કે તમારી તબિયત કેવી છે?’

world news joe biden