જો બાઇડને બરાક ઓબામાને છોડ્યા પાછળ, અમેરિકન ઇતિહાસના તોડ્યા રેકૉર્ડ

05 November, 2020 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જો બાઇડને બરાક ઓબામાને છોડ્યા પાછળ, અમેરિકન ઇતિહાસના તોડ્યા રેકૉર્ડ

(ફાઇલ ફોટો)

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને મતગણના ચાલુ છે. સ્થાનિક મીડિયા પ્રમાણે અત્યાર સુધી જો બાઇડનને 264 ઇલેક્ટોરલ વોટ મળ્યા છે અને તેમનો પલડો ભારે દેખાઇ રહ્યો છે, જો કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના ખાતામાં 214 ઇલેક્ટોરલ વોટ આવ્યા છે. આ દરમિયાન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડને એક ખાસ રેકૉર્ડ પોતાને નામે કરી લીધો છે.

બરાક ઓબામાનો તોડ્યો રેકૉર્ડ
અમેરિકન ઇતિહાસમાં જો બાઇડન રાષ્ટ્રપતિ પદના પહેલા એવા ઉમેદવાર બની ગયા છે, જેમને સૌથી વધારે મત મળ્યો છે. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો રેકૉર્ડ પણ તોડી દીધો છે, જ્યારે વોટની ગણતરી હજી પણ ચાલુ છે.

જો બાઇડનને મળ્યા આટલા વોટ
સ્થાનિક મીડિયા પ્રમાણે જો બાઇડનને અત્યાર સુધી 72,049,341 વોટ મળ્યા છે, જે અમેરિકાના કોઇ પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને મળનારા વોટમાં સૌથી વધારે છે. આ પહેલા વર્ષ 2008માં બરાક ઓબામાને 69,498,516 વોટ મળ્યા હતા, જ્યારે વર્ષ 1996માં બિલ ક્લિંટનને 47,401,185 વોટ મળ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળ્યા રેકૉર્ડ વોટ
જણાવવાનું કે આ વખતે અમેરિકામાં રેકૉર્ડ વૉટિંગ થઈ છે અને જો બાઇડનની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પણ બરાક ઓબામાનો રેકૉર્ડ તોડી શકે છે. ટ્રમ્પને અત્યાર સુધી 68,586,160 વોટ મળ્યા છે અને હજી કરોડો વોટની ગણતરી બાકી છે. આથી આશા છે કે ટ્રમ્પ ઓબામાને મળેલા વોટનો રેકૉર્ડ તોડી શકે છે.

કોના હાથમાં હશે અમેરિકાની ડોર
અમેરિકાની ડોર ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં હશે કાં તો સત્તા પર જો બાઇડન બેસશે, અત્યાર સુધી એ વાતની સ્પષ્ટતા નથી થઈ. રાષ્ટ્રપતિ બનવા માટે કોઇ એકને 538 ઇલેક્ટોરલ વોટમાંથી ઓછામાં ઓછા 270માં જીત નોંધવવાની રહેશે.

united states of america international news us elections donald trump barack obama