કમલા હેરિસ ટાઈમ મેગેઝીનના કવરપેજમાં

11 December, 2020 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કમલા હેરિસ ટાઈમ મેગેઝીનના કવરપેજમાં

ફાઈલ ફોટો

ટાઇમ મેગેઝિને 2020 માટે પર્સન ઓફ ધી યરની જાહેરાત કરી દીધી છે. આ વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઇડન અને વાઇસ-પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસને મેગેઝિનના કવરપેજ પર જગ્યા આપી છે.

બંનેના ફોટા સાથે લખ્યું છે કે Changing America's story એટલે કે બદલાતા અમેરિકાની કહાની. 1927થી ટાઈમ મેગેઝિન પર્સન ઓફ ધી યરની પસંદગી કરી રહી છે. આ વર્ષે પર્સન ઓફ ધી યરની રેસમાં અમેરિકન ફિઝિશિયન ડોક્ટર એંથની ફૌસી, રેસિયલ જસ્ટિસ મૂવમેન્ટ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હતા.

બાઈડને ગયા મહિને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા છે. અમેરિકાનાં દરેક 50 રાજ્યમાં ચૂંટણીને સર્ટિફાઈ માનવામાં આવી છે. તેમ છતાં ટ્રમ્પ ચૂંટણીમાં કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

મેગેઝિને બંનેને અમેરિકાના ઈતિહાસમાં પરિવર્તન લાવવા માટે પોલિટિક્સ કેટેગરીમાં આ પુરસ્કાર આપ્યો છે. ટાઈમના એડિટર-ઈન-ચીફ એડવર્ડ ફેલ્સેંથલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે બાઈડન અને કમલા હેરિસે અમેરિકન ઈતિહાસને બદલવાનો પ્રયત્ન કર્યો છે. એમાં દર્શાવવામાં આવ્યું છે કે લોકોના ભાગલા પાડવા કરતાં વધારે તાકાત તેમના પ્રત્યે હમદર્દી બતાવવામાં છે. બંનેએ દુઃખમાં ડૂબેલી દુનિયાના ઘા ઉપર મલમ લગાવવાનું વિઝન રજૂ કર્યું છે.

આ પહેલાં 2016માં ટ્રમ્પને અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા પછી તે માટે પસંદ કર્યા હતા. આ જ રીતે બરાક ઓબામા અને જ્યોર્જ બુશને બે વાર ટાઈમ પર્સન ઓફ ધી યર તરીકે પસંદ કરી ચૂક્યા છે. જોકે આ બંનેને મેગેઝિને રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા પછી પસંદ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે એટલે કે 2019માં જળવાયુ પરિવર્તન માટે કામ કરતાં સ્વીડનના એક્ટિવિસ્ટા ગ્રેટા થનબર્ગને આ સન્માન આપવામાં આવ્યું હતું.

international news time magazine joe biden