માર્ક ઝકરબર્ગ અને બિલ ગેટ્સ કરતાં પણ વધારે છે આ ડોગીના ફોલોઅર્સ

31 July, 2019 08:58 PM IST  | 

માર્ક ઝકરબર્ગ અને બિલ ગેટ્સ કરતાં પણ વધારે છે આ ડોગીના ફોલોઅર્સ

બ્રિટનની સોશિયલ મીડિયા મેન્જમેન્ટ કંપની હુપર એચકયૂએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામના રિચ લિસ્ટની યાદી બહાર પાડી હતી. આ યાદીમાં ભારતીય એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને ક્રિકેટર વિરાટ કોહલીને સ્થાન મળ્યું છે. આ ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી એક પોસ્ટથી 1 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાની કમાણી કરે છે. હાલમાં મળતી માહિતી અનુસાર ઇન્સ્ટાગ્રામ પર ફોલોઇંગ અને કમાણી મામલે એક પાલતુ કૂતરાએ સેલિબ્રિટીઓને ટક્કર મારી છે. ફેન ફોલોઇંગ મામલે તેણે માર્ક ઝકરબર્ગ અને બિલ ગેટ્સને ક્યાંય પાછળ છોડી દીધા છે.

'જિફપોમ' નામના કૂતરાનાં ઇન્સ્ટાગ્રામ પર 9.2 મિલયન એટલે કે 92 લાખ જેટલા ફોલોઅર્સ છે. ડોગી જિફપોમ એક પોસ્ટથી 9.6 લાખ રૂપિયાની કમાણી કરે છે. જિફપોમ પોમેરેરિઅન પ્રજાતિનું કૂતરું છે અને પોતાના અકાઉન્ટમાં ઘણી કંપનીને પ્રમોટ કરે છે. દેશ-વિદેશની અનેક નાની-મોટી સેલિબ્રિટીઝ જિફપોમના ફોલોઅર્સમાં સામેલ છે. અમેરિકન ફેમસ સિંગર કેટી પેરીએ વર્ષ 2014માં પોતાના 'ડાર્ક હોર્સ' સોન્ગમાં જિફપોમને સામેલ કર્યું હતું. જિફપોમનેને સૌથી ફેવરિટ ડોગી માટે 'કિડ્સ ચોઇસ અવોર્ડ' પણ મળ્યો હતો.

આ પણ વાંચો: ચેન્નાઈ: ઓપરેશન દરમિયાન 7 વર્ષના મોંઢામાંથી નીકળ્યા 500 કરતા વધારે દાંત

જિફપોમ એક પ્રોજેક્ટમાં શૂટ માટે 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જિફપોમના માલિકનું કહેવું છે કે, અમારા ડોગીની ફેન ફોલોઇંગ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે તે આપણા કરતાં કેટલું વધારે કમાય છે. જિફપોમ ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. વર્ષ 2018માં મે મહિનામાં ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે એક લોન્ચિંગ ઇવેન્ટમાં જિફપોમને આમંત્રણ આપ્યું હતું.

mark zuckerberg bill gates