ચીટિંગ કરતાં ગર્લફ્રેન્ડે તેના બૉયફ્રેન્ડનું પેનિસ કાપી નાખ્યું

04 September, 2012 05:19 AM IST  | 

ચીટિંગ કરતાં ગર્લફ્રેન્ડે તેના બૉયફ્રેન્ડનું પેનિસ કાપી નાખ્યું

આ ઘટના પેરુની રાજધાની લીમામાં બની હતી. પોલીસે કહ્યું હતું કે ૪૧ વર્ષની જુલિયા મુનોઝ નામની મહિલાએ પોતાના ૪૬ વર્ષના બૉયફ્રેન્ડ રેમન એરિયાસનું પેનિસ કાપી નાખ્યું હોવાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે કહ્યું હતું કે રેમને ચીટિંગ કરી હોવાની જાણ થતાં નારાજ જુલિયાએ કિચન નાઇફ વડે તેનું પેનિસ કાપીને ટૉઇલેટમાં ફેંકી દીધું હતું. બાદમાં પોલીસે જુલિયાની ધરપકડ કરી હતી.