જસિન્ડા આર્ડન ફરી બન્યાં ન્યુ ઝીલૅન્ડનાં પીએમ

18 October, 2020 10:24 AM IST  |  Mumbai | Agencies

જસિન્ડા આર્ડન ફરી બન્યાં ન્યુ ઝીલૅન્ડનાં પીએમ

જસિન્ડા આર્ડન ફરી બન્યાં ન્યુ ઝીલૅન્ડનાં પીએમ

કોરોના વાઇરસ સામેની લડાઈમાં દેશને જિતાડનાર ન્યુ ઝીલૅન્ડનાં વડા પ્રધાન જસિન્ડા આર્ડનને ભારે બહુમતથી ચૂંટણીમાં જીત મેળવી છે. આ ચૂંટણી પહેલાં ૧૯ સપ્ટેમ્બરે થવાની હતી, પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે એને મોકૂફ રાખવામાં આવી હતી. દેશના ઇતિહાસમાં પહેલી વખત કોઈ પક્ષને આટલો મોટો વિજય મળ્યો છે. આ સાથે જ જસિન્ડા ફરી એક વાર દેશનું સુકાન સંભાળશે.
આર્ડનની સેન્ટર-લેફ્ટ લેબર પાર્ટીને ૮૭ ટકા મતમાંથી ૪૮.૯ ટકા મત મળ્યા છે. જસિન્ડાએ જીત બાદ કહ્યું હતું કે પક્ષને ૫૦ વર્ષમાં પહેલી વખત આટલા બધા મતો મળ્યા છે. દેશ સામે હજી ઘણા પડકારો આવવાના છે, પરંતુ પાર્ટી દરેક દેશવાસીઓ માટે કામ કરશે. ન્યુ ઝીલૅન્ડમાં તેમના કાર્યકાળ દરમ્યાન આતંકવાદી હુમલાઓથી માંડીને કુદરતી આફતો પણ આવી. આખરે કોરોના પણ આવ્યો. જોકે આ બધી આફતોનો સફળતાપૂર્વક સામનો કરવા માટે તેમની ઘણી પ્રશંસા થઈ હતી. જસિન્ડા ૨૦૧૭માં પોતાના કાર્યકાળ દરમ્યાન ગર્ભવતી પણ થઈ હતી તેમ જ બાળકને જન્મ પણ આપ્યો હતો. આવું કરનાર તે વિશ્વની બીજી નેતા હતી.

international news new zealand