જપાને બાર-રેસ્ટોરાંમાંથી હટાવ્યા કોવિડ-19 પ્રતિબંધ

26 October, 2021 09:44 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

ટોક્યોમાં રવિવારે વર્ષના સૌથી ઓછા ૧૯ નવા કેસ નોંધાયા હોવાનું જણાવાઈ રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ મહામારી દરમ્યાન ટોક્યો અને ઓસાકા સહિત ઇમર્જન્સી હેઠળ પ્રોટોકોલનું પાલન કરનારા જપાનના પ્રાંતોમાં આજથી પ્રતિબંધ હળવા કરવામાં આવી રહ્યા છે અને સદંતર ઉઠાવી લેવાયા છે.

ટોક્યોમાં રવિવારે વર્ષના સૌથી ઓછા ૧૯ નવા કેસ નોંધાયા હોવાનું જણાવાઈ રહ્યું છે. જપાનમાં આજથી ગઈ કાલ સાંજથી રેસ્ટોરાં અને બાર કોવિડ-19ના પ્રતિબંધોનું પાલન કરીને સમયમર્યાદાના બંધન વિના કામ કરી શકશે તેમ જ આલ્કોહૉલ પણ સર્વ કરશે. આ અગાઉ રાતે ૯ વાગ્યે બાર-રેસ્ટોરાં બંધ કરવાનું ફરજિયાત હતું અને સાંજે સાત વાગ્યા સુધી જ આલ્કોહૉલ સર્વ કરી શકાતો હતો. ટોક્યોમાં ૧૧ મહિના બાદ લગભગ ૮૫ ટકા સ્થાપનોને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરતાં કોઈ સમયમર્યાદામાં બંધાયા વિના કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે સર્ટિફાય ન કરાયેલા રેસ્ટોરાં અને બારને રાતે ૯ વાગ્યા સુધી જ ચાલુ રાખવાની અને આલ્કોહૉલ સર્વ કરવાની પરવાનગી હતી.

international news japan