જાપાનની હોટેલે 125 રોબોટ્સને કાઢી મુક્યા, હવે ફરી માણસોને રાખશે નોકરીએ

17 January, 2019 04:21 PM IST  | 

જાપાનની હોટેલે 125 રોબોટ્સને કાઢી મુક્યા, હવે ફરી માણસોને રાખશે નોકરીએ

જાપાનમાં ફરી માણસ લેશે રોબોટની જગ્યા(પ્રતિકાત્મક તસ્વીર)

રોબોટ આપણી આધુનિક જીવન શૈલીનો ભાગ બની ચુક્યા છે. ક્યારેક વૉઈસ આસિસ્ટેન્ટના નામ પર તો ક્યારેક રોબોટ ગેજેટના રૂપમાં તો ક્યારેક પારંપરિક રોબોટના સ્વરૂપમાં. આપણી આસપાસ તમામ સેવાઓમાં રોબોટની દખલ સતત વધી રહી છે. આ દખલ એટલે સુધી છે કે માણસને પોતાનો પર ખતરાનો અનુભવ થવા લાગ્યો છે. તમામ નોકરીઓમાં ઑટોમેશનના નામ પર રોબોટ માણસની જગ્યા લેવા માંડ્યા છે. ક્યારેક રોબોટના આવવાથી ખુશ થઈ રહેલા આપણે, હવે રોબોટની નિષ્ફળતાથી ખુશ થઈ રહ્યા છે. જાપાનના એક હોટેલમાં કામ કરતા રોબોટને કાઢી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો રોબોટ

જાપાનની એક હોટેલમાં મેનેજમેન્ટે પોતાને ત્યાં કામ કરતા રોબોટની સંખ્યા અડધી કરવાનો નિર્ણય લીધો છે. મેનેજમેન્ટનું કહેવું છે કે કેટલાક રોબોટ હોટેલની સમસ્યા ઓછી કરવાના બદલે વધારી રહ્યા હતા. આ જ કારણ છે કે તેમની સંખ્યા અડધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હિના-ના નામની હોટેલમાં અનેક મહત્વના કામ રોબોટના હવાલે છે, પરંતુ આ રોબોટ પોતાના કામને સરખી રીતે નથી કરી રહ્યા. હોટેલમાં ઢીંગલી જેવા દેખાતા રોબોટ 'ચુરી'નું કામ ગ્રાહકોને સ્થાનિક જગ્યાઓ વિશે જાણકારી આપવાનું હતું, પરંતુ તે એવું કરવામાં નિષ્ફળ રહી.

ચેક-ઈન અને પાસપોર્ટ સર્વિસમાં પણ ફેઈલ થયા રોબોટ

આટલું જ નહીં રોબોટના હવાલે ચેક ઈન પાસપોર્ટ સેવા પણ છે, પણ અહીં પણ તેઓ નિષ્ફળ સાબિત થયા. લાંબા સમય સુધી રોબોટ પાસેથી કામ કરાવ્યું હતું. પરંતુ બાદમાં મેનેજમેન્ટે કંટાળીને રોબોટની સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. માણસો માટે આ સારા સમાચાર છે કારણ કે રોબોટની જગ્યાએ માણસોને કામ પર રાખવામાં આવ્યા છે. એટલે કે જે રોબોટના કારણે માણસોનો કાઢી મુકવામાં આવ્યા હતા તેમની જગ્યાએ તેમને પાછા લેવામાં આવ્યા છે.

90 ટકા કામ કરતા હતા રોબોટ્સ

જાપાનની હિના-ના હોટેલમાં 90 ટકા કામ રોબોટના હવાલે હતા. છેલ્લા કેટલાક સમયથી આ રોબોટ હોટેલ મેનેમેન્ટ માટે માથાનો દુઃખાવો બની ગયા હતા. જેથી હવે તેમને હટાવવામાં આવી રહ્યા છે.

japan world news