જૅક્સનના ડૉક્ટરને ચાર વર્ષની જેલ

01 December, 2011 08:37 AM IST  | 

જૅક્સનના ડૉક્ટરને ચાર વર્ષની જેલ

 

કોનરેડ મુરેએ ૨૦૦૯માં ૨૪ જૂનની રાત્રે જૅક્સનને સ્નાયુના દુખાવામાંથી રાહત આપવા માટે તેને પ્રોપોફોલ નામની ઍનેસ્થેટિક દવાનો ઓવરડોઝ આપી દેતાં માઇકલનું મોત થયું હોવાનું સાબિત થયું છે. જોકે કોનરેડે આવું જાણીજોઈને નહોતું કર્યું. ફરિયાદી પક્ષે ડૉ. કોનરેડ મુરે પાસેથી ૧૦ કરોડ ડૉલર (અંદાજે ૫૦૦ અબજ રૂપિયા)ના વળતરની પણ માગણી કરી છે. જોકે ર્કોટે પણ કોનરેડ મુરેએ માઇકલ જૅક્સનના પરિવારને વળતર ચૂકવવું જોઈએ એ વાતનો સ્વીકાર કર્યો છે, પરંતુ કેટલી રકમ ચૂકવવી એ માટેની સુનાવણી ૨૩ જાન્યુઆરીએ કરવામાં આવશે.