ઇટલીએ કોવિશિલ્ડને આપી માન્યતા, હવે ભારતીય રસી કાર્ડધારકો ગ્રીન પાસ માટે પાત્ર

24 September, 2021 07:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ઇટલીની માન્યતા સાથે, કુલ 19 યુરોપિયન યુનિયન (EU) રાષ્ટ્રોએ કોવિશિલ્ડને માન્યતા આપી છે.

પ્રતિકાત્મક તસવીર

રોમમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે રોમે કોવિશિલ્ડ રસીને માન્યતા આપી છે અને જે લોકોને આ રસી મળી છે તેઓ હવે ગ્રીન પાસ માટે પાત્ર છે.

ઇટલીની માન્યતા સાથે, કુલ 19 યુરોપિયન યુનિયન (EU) રાષ્ટ્રોએ કોવિશિલ્ડને માન્યતા આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને તેમના ઇટાલિયન સમકક્ષ રોબર્ટો સ્પેરન્ઝા વચ્ચે G20 આરોગ્ય મંત્રીઓની બેઠકનું આ પરિણામ છે, એમ દૂતાવાસે એક ટ્વીટમાં જણાવ્યું હતું.

“ભારતીય રસી કાર્ડ હોલ્ડર્સ હવે ગ્રીન પાસ માટે પાત્ર છે.” તેમાં ઉમેર્યું હતું કે આ પહેલા, ઇટાલીએ ફાઇઝર, મોર્ડેના, વેક્સઝેરવિયા - એસ્ટ્રાઝેનેકા અને જોહ્ન્સન એન્ડ જોહ્નસનની રસીઓને માન્યતા આપી હતી.

અન્ય 18 ઇયુ રાષ્ટ્રો કે જેમણે કોવિશિલ્ડ રસીને માન્યતા આપી છે તેમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આઇસલેન્ડ, આયર્લેન્ડ, લાટેવિયા, નેધરલેન્ડ, રોમાનિયા, સ્લોવેનિયા, સ્પેન, સ્વીડન અને સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થાય છે.

દરમિયાન, યુકે સાથે રસી અને વિવાદ શરૂ છે કારણ કે તેમણે રસીને માન્યતા આપી છે, પરંતુ 10 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજિયાત કરવામાં આવ્યું છે જે 4 ઓક્ટોબરથી અમલમાં આવશે. હાલના યુકે પ્રવાસ પ્રતિબંધોને ભેદભાવપૂર્ણ ગણાવતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે “અમને પણ સમાન રીતે જવાબ આપવાનો અધિકાર છે,”

જોકે, ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે કહ્યું કે કોવિશિલ્ડ રસી કોઈ સમસ્યા નથી અને યુકે મુસાફરી માટે ખુલ્લું છે. “અમે સ્પષ્ટ છીએ કે કોવિશિલ્ડ કોઈ સમસ્યા નથી. યુકે મુસાફરી માટે ખુલ્લું છે અને અમે પહેલેથી જ ભારતમાંથી યુકે જતા ઘણા લોકોને જોઈ રહ્યા છીએ, તેમાં પ્રવાસીઓ, વ્યવસાયી લોકો અને વિદ્યાર્થીઓ પણ છે.”

international news italy covid vaccine vaccination drive