ઇટલીનાં વડાં પ્રધાનનો પણ ડીપફેક પૉર્નોગ્રાફિક વિડિયો બન્યો, એક લાખ યુરોનો માનહાનિનો દાવો કર્યો

22 March, 2024 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેસ પર કામ કરી રહેલા ડિટેક્ટિવ્સે જેના પરથી વિડિયો અપલોડ થયા એ મોબાઇલ ડિવાઇસ ટ્રૅક કર્યો હતો.

જ્યૉર્જિયા મેલોની

ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ ડીપફેક પૉર્નોગ્રાફિક વિડિયો મામલે એક લાખ યુરો (૯૦,૭૦,૬૦૦ રૂપિયા)નો માનહાનિનો દાવો કર્યો છે. ડીપફેક ટેક્નૉલૉજીમાં એક વ્યક્તિનો ચહેરો બીજી વ્યક્તિ પર મૂકવામાં આવે છે, જે લોકોને સરળતાથી ગેરમાર્ગે દોરી શકે છે. આ કેસના શકમંદો ૭૪ અને ૪૦ વર્ષના પિતા-પુત્ર છે, જેમના પર માનહાનિનો આરોપ છે અને તેમને ઇટાલિયન કાયદા હેઠળ કસ્ટોડિયલ સજા મળી શકે છે.

કેસ પર કામ કરી રહેલા ડિટેક્ટિવ્સે જેના પરથી વિડિયો અપલોડ થયા એ મોબાઇલ ડિવાઇસ ટ્રૅક કર્યો હતો. આ ડીપફેક વિડિયો ૨૦૨૨માં અપલોડ થયા હતા, જ્યારે મેલોની વડા પ્રધાન બન્યાં નહોતાં. આરોપીઓએ વિડિયો યુએસ પૉર્નોગ્રાફિક વેબસાઇટ પર પોસ્ટ કર્યા હતા, જેને લાખો લોકોએ જોયા હતા. જ્યૉર્જિયા મેલોની આ કેસના ભાગરૂપે બીજી જુલાઈએ સ્થાનિક કોર્ટમાં જુબાની આપવાનાં છે. જો તેમનો આ માનહાનિનો દાવો સફળ થશે તો એક લાખ યુરો ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓને તેઓ દાન કરી દેશે.

international news italy Crime News