ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે ફરી વિશ્વને અચંબામાં મૂક્યો, જાણો કેમ?

14 November, 2020 09:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે ફરી વિશ્વને અચંબામાં મૂક્યો, જાણો કેમ?

અબુદ્લ્લા

ઇઝરાયેલ (Israel)એ ઇરાન (Iran)માં ઘુસીને અલ કાયદા (Al Qaeda)ના ટોચના બીજા ક્રમના ગણાતા એક રીઢા આતંકવાદીને ઠાર કર્યો હતો. આ આતંકવાદી અગાઉ અમેરિકી રાજદૂતાવાસ (US Embassy) પર હુમલો કરવા માટે જાણીતો હતો.

ઇઝરાયેલની ગુપ્તચર એજંસી મોસાદ (Mossad)એ દર વખતની જેમ ચૂપચાપ પોતાનું મિશન અમલમાં મૂક્યું હતું અને અબુ મુહમ્મદ અલ મસરી (મૂળ નામ અબ્દુલ્લ અમહદ અબ્દુલ્લા)ને  ઇરાનની અંદર ઘુસીને ઠાર કર્યો હતો. 1998માં આફ્રિકામાં આવેલી અમેરિકી રાજદૂતાવાસની કચેરી પર હુમલો કરીને રાજદૂતની ક્રૂર હત્યા કરવાની આતંકવાદી ઘટનાનો સૂત્રધાર આ અલ મસરી હતો.

રિપોર્ટ મુજબ, અબ્દુલ્લાને ઈઝરાયેલની ગુપ્તચર એજંસી મોસાદની ગુપ્ત ટીમે ઠાર માર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે અમેરિકાના આદેશ પર ઈઝરાયેલના સિક્રેટ એજંટ્સે ઈરાનમાં અબ્દુલ્લાને ઠાર માર્યો હતો. અબ્દુલા 7 ઑગસ્ટે માર્યો ગયો હતો. અબ્દુલ્લાની સાથો સાથ તહેરાનમાં તેની દિકરી અને ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનની વિધવા પણ મારી ગઈ છે.

જોકે હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, અબ્દુલ્લાને ઠાર મારવાના અભિયાનમાં અમેરિકાની શું ભૂમિકા હતી. પરંતુ માનવામાં આવી રહ્યું છે, કે અમેરિકા તેના પર ઘણા લાંબા સમયથી નજર રાખી રહ્યું હતું. અબ્દુલ્લાનું નામ એફબીઆઈના 170 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં શામેલ હતું ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે અબુદ્લ્લા વર્ષ 2015થી ઈરાનના તહેરાનના પસદરાન જીલ્લામાં રહી રહ્યો હતો.

આ હુમલામાં 224 નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ઉપરાંત ઘાયલોની સંખ્યા પણ ખૂબ જ હતી. ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ ઇઝરાયેલી મોસાદ સંસ્થાના ચુનંદા જાસૂસો સતત અલ મસરીનું પગેરું પકડતા રહ્યા હતા. આખરે એને આ વર્ષના ઑગષ્ટમાં શોધી કાઢવામાં આવ્યો હતો. અબુદ્લ્લાની સાથો સાથ તેની પુત્રી મરિયમને ઠાર કરવામાં આવી હતી. સતત બાવીસ વર્ષ પછી અમેરિકાએ ઇઝરાયેલની મદદથી અલ મસરીને ઠાર કર્યો હતો. એણે જે તારીખે આફ્રિકાના અમેરિકી રાજદૂતાવાસ પર હુમલો કર્યો હતો એજ તારીખે એટલે કે હુમલાની વરસીને દિવસે એને ઠાર કરાયો હતો.

 

international news israel iran