ઇઝરાયલમાં ખાસ ડૉગીઓ માટે શરૂ થઈ ટીવી ચૅનલ

12 March, 2013 06:23 AM IST  | 

ઇઝરાયલમાં ખાસ ડૉગીઓ માટે શરૂ થઈ ટીવી ચૅનલ

જોકે ડૉગીઓ માટેની આ દુનિયાની પહેલી ટીવી ચૅનલ નથી. અગાઉ અમેરિકાના સૅન ડિયેગો શહેરમાં ગયા વર્ષે માણસના સૌથી વફાદાર પ્રાણી માટે ‘ડૉગ ટીવી’ નામની ચૅનલ શરૂ થઈ હતી. હવેથી આ ચૅનલ ઇઝરાયેલમાં પણ દેખાતી થશે.

આ ટીવી ચૅનલના દરેક પ્રોગ્રામ માત્ર છ મિનિટના હોય છે. ડૉગીઓને શું જોવું ગમે છે એવા વૈજ્ઞાનિક સંશોધનના તારણને આધારે આ ચૅનલના પ્રૉગ્રામ્સ તૈયાર કરવામાં આવ્યા છે. ડૉગ ટીવી નામની કંપનીના ચીફ ગિલાડ ન્યુમેનનું કહેવું છે કે ઘરમાં કોઈ ન હોય ત્યારે ડૉગી બોર થાય નહીં એ માટે આ ચૅનલ શરૂ કરવામાં આવી છે. ન્યુમેનનું એમ પણ કહેવું છે કે માણસોની જેમ જ ડૉગીઓ પણ એકલતાને કારણે તનાવ અનુભવે છે અને આ ટીવી ચૅનલ તેમને તનાવથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે.