Israel Hamas War: હિંદ મહાસાગરમાં મોટી ઘટના, ઈઝરાયેલના વેપારી જહાજ પર ડ્રોનથી હુમલો

23 December, 2023 07:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે (Israel Hamas War) હિંદ મહાસાગરમાં ઈઝરાયેલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે

ડ્રોનની પ્રતીકાત્મક તસવીર

હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે (Israel Hamas War) હિંદ મહાસાગરમાં ઈઝરાયેલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ, આ હુમલો શનિવારે (23 ડિસેમ્બર) એક શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઇઝરાયેલના વેપારી જહાજને નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.

બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઑપરેશન્સ અને મેરીટાઇમ સિક્યોરિટી ફર્મ એમ્બ્રેએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ (Israel Hamas War)ના વેપારી જહાજ પર ભારતના વેરવાલ નજીક ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર હુમલાના કારણે જહાજમાં આગ લાગી હતી. નોંધનીય છે કે ગયા મહિને પણ હિંદ મહાસાગરમાં ઈઝરાયેલના જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. ત્યારબાદ અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ હુમલો ઈરાની ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો.

યમનના હુતી બળવાખોરો પર શંકા

ગયા મહિને જ, યમનના હુતી બળવાખોરોએ લાલ સમુદ્રના શિપિંગ માર્ગ પર ભારત આવતા ઇઝરાયેલ (Israel Hamas War) સાથે જોડાયેલા કાર્ગો જહાજને હાઇજેક કર્યું હતું. બળવાખોરોએ જહાજના 25 ક્રૂ મેમ્બરને પણ બંધક બનાવ્યા છે. આવી સ્થિતિમાં ટાઈમ્સ ઑફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઈઝરાયેલના અધિકારીઓ પણ આ ઘટનાને હુતી વિદ્રોહીઓ સાથે જોડી રહ્યા છે.

હુતી બળવાખોરો હમાસની સાથે

તમને જણાવી દઈએ કે, યમનના મોટાભાગના વિસ્તારો ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓના નિયંત્રણમાં છે અને તેઓએ હમાસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અગાઉ, હુતી બળવાખોરોએ કહ્યું હતું કે, તેઓ ડ્રોન અને રોકેટ વડે લાલ સમુદ્રમાંથી પસાર થતા માલવાહક જહાજો પર હુમલો કરી રહ્યા છે, જેઓ ઈઝરાયેલ જઈ રહ્યા છે. ખતરાને જોતા જહાજો દ્વારા માલસામાનનું વહન કરતી વિશ્વની ઘણી મોટી કંપનીઓએ લાલ સમુદ્રમાંથી પસાર ન થવાની જાહેરાત કરી દીધી છે.

દેશ’ના અસ્તિત્વની આ કેવી સંઘર્ષ કહાણી?

આજકાલ બે મોટી લોહિયાળ લડાઈ ચાલી રહી છે. કોણ હારશે કે કોણ જીતશે એટલા ઘમસાણ યુદ્ધ પછી પણ નક્કી નથી થઈ શક્યું. યુક્રેન અને રશિયામાં આવી સ્થિતિ છે, તો ગાઝા-પૅલેસ્ટીન અને ઇઝરાયલ વચ્ચે પણ હુમલા અને ખુવારી સિવાય કોઈ ઉપાય દેખાતો નથી. આ બધાની વચ્ચે એક મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે કે આખરે ‘દેશ’નું શું થશે? કેવી રીતે એને ‘રાષ્ટ્ર’ તરીકે બચાવી શકીશું? બે વિશ્વયુદ્ધોએ અનેક દેશોનું નામોનિશાન મિટાવી દીધું અને નવા દેશો પણ સર્જાયા. કેટલાકના ભાગલા થયા અને અલગ દેશો રચાયા. આમાં પરંપરાની નજરે રાષ્ટ્રની વ્યાખ્યા હતી, એ પણ બદલાતી ગઈ. રશિયા યુએસએસઆર ન રહ્યું. હંગેરી, ચેકોસ્લોવેકિયા, પોલૅન્ડ વગેરેએ પોતાની અસ્મિતા પ્રાપ્ત કરી. યુક્રેન વિશે પણ આવો વિવાદ છે. રશિયા એની સંપૂર્ણ નાબૂદી નથી ઇચ્છતું, પીએન પોતાનો પડછાયો બનીને રહે. નાટોમાં ન ભળે એવું દૃઢતાથી માને છે, કેમ કે જો યુક્રેન અમેરિકા અને યુરોપની સાથે થઈ જાય તો રશિયન સત્તા નબળી પડે.

israel hamas india national news international news