ઇઝરાઇલ રક્ષામંત્રીનો મોટો દાવો, બનાવી કોરોનાવાયરસને ખતમ કરવાની વેક્સિન

05 May, 2020 03:53 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ઇઝરાઇલ રક્ષામંત્રીનો મોટો દાવો, બનાવી કોરોનાવાયરસને ખતમ કરવાની વેક્સિન

પ્રતીકાત્મક તસવીર

ઇઝરાઇલે (Israel)કોરોના વાયરસ (Israel Developed Coronavirus Vaccine )ની વેક્સિન બનાવવાનો દાવો કર્યો છે. ઇઝરાઇલના રક્ષામંત્રી બેન્નેટે (Naftali Bennett) કહ્યું કે ઇઝરાઇલે વેક્સિન બનાવી લીધી છે અને તેનું ઉત્પાદન કરવામાં આવશે. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે આ વેક્સિનનું પરીક્ષણ મનુષ્યો પર કરવામાં આવ્યું છે કે નહીં.

ઇઝરાઇલના રક્ષામંત્રી નફતાલી બેન્નેટ સોમવારે દાવો કર્યો કે દેશના ડિફેન્સ બાયોલૉજિકલ ઇન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસની વેક્સિન બનાવી લીધી છે. તેમણે કહ્યું કે ઇન્સ્ટીટ્યૂટને કોરોના વાયરસ માટે એન્ટીબૉડી તૈયાર કરવામાં મોટી સફળતા મેળવી છે. રક્ષા મંત્રી બેન્નેટે જણાવ્યું કે કોરોના વાયરસ વેક્સિનના વિકાસનું ચરણ હવે પૂરું થઈ ગયું છે અનો સંશોધકો આના પેટેન્ટ અને વ્યાપક સ્તરે ઉત્પાદન માટે તૈયારીઓ કરી રહ્યા છે.

ઇઝરાઇલના પીએમ બેંજામિન નેતન્યાહૂના કાર્યાલયની અંતર્ગત ચાલતી આ ખૂબ જ ગોપનીય ઇઝરાઇલ ઇન્સ્ટીટ્યૂટ ફૉર બાયોલૉજિકલ રિસર્ચની મુલાકાત બાદ બેન્નેટે આ જાહેરાત કરી. રક્ષામંત્રી પ્રમાણે આ એન્ટીબૉડી મોનોક્લનલ પદ્ધતિથિ કોરોનાવાયરસ પર હુમલો કરે છે અને બીમાર લોકોના શરીરની અંદર જ કોરોના વાયરસનો ખાતમો કરે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસની વેક્સિનનો વિકાસ ચરણ હવે પૂરો થઈ ગયો છે. ડિફેન્સ ઇન્સ્ટીટ્યૂટ હવે આ વેક્સિનને પેટેન્ટ કરાવવાની પ્રક્રિયામાં છે આના આગામી ફેસમાં સંશોધકો આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે વ્યવસાયિક સ્તરે ઉત્પાદન માટે સંપર્ક કરશે. બેન્નેટે કહ્યું કે, "આ શાનદાર સફળતા પર મને ઇન્સ્ટીટ્યૂટ સ્ટાફ પર ગર્વ છે." રક્ષામંત્રીએ પોતાના નિવેદનમાં એ નથી જણાવ્યું કે શું આ વેક્સિનની ટ્રાયલ માનવીઓ પર કરવામાં આવી છે કે નહીં.

બેન્નેટે પોતાના નિવેદનમાં કહ્યું કે ઇઝરાઇલ હવે પોતાના નાગરિકોને સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થાને ફરી શરૂ કરવાની પ્રક્રિયામાં સંતુલન બનાવવાનો પ્રયત્ન કરે છે. ઇઝરાઇલના રક્ષામંત્રીનો આ દાવો જો સાચો છે તો કોરોનાથી લડતા વિશ્વ માટે એક આશાની કિરણ ઝળકતી દેખાશે. કોરોનાને કારણે વિશ્વભરમાં 2,52,407 લોકો મૃત્યુ પામ્યા છે અને 36 લાખથી વધારે લોકો આથી સંક્રમિત છે.

કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે વિશ્વભરમાં વેક્સિન બનાવવાનું કામ થઈ રહ્યું છે. બ્રિટેનની ઑક્સફર્ડ યૂનિવર્સિટી માનવીઓ પર સૌથી મોટું ટ્રાયલ કરી રહી છે. તો ચીન અને અમેરિકામાં પણ મનુષ્યો પર મોટા પાયે કોરોના વેક્સિનનું ટ્રાયલ ચાલું છે. ભારતની પણ કેટલીય કંપનીઓ કોરોના વેક્સિન બનાવવામાં લાગેલી છે.

coronavirus covid19 israel international news