વિશ્વભરમાં તબાહી મચાવનાર આ સંગઠન કમાય છે રોજના 10 કરોડ...

29 October, 2019 11:21 AM IST  |  મુંબઈ ડેસ્ક

વિશ્વભરમાં તબાહી મચાવનાર આ સંગઠન કમાય છે રોજના 10 કરોડ...

અલ-કાયદા પોતાના શીર્ષ પર રહ્યા દરમિયાન આઇએસ વિશ્વનું સૌથી પૈસાદાર સંગઠન હતું. નવેમ્બર, 2015માં જેનેવા સેંટર ફૉર સિક્યોરિટી પૉલિસીની રિપોર્ટમાં આઇએસની કુલ સંપત્તિ બે અરબ ડૉલર (લગભગ 1.32 ખરબ રૂપિયા) જેટલી હતી. આ સૌથી અમીર આતંકી સંગઠન જણાવતાં વિભિન્ન સ્ત્રોતોથી થતી કમાણીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.

કરોડોનું ડોનેશન
વિદેશી સંગઠન અને કેટલાક આઇએસને ડોનેશન તરીકે દર મહિને કોરોડો રૂપિયા આફે છે. વર્ષ 2013માં ખાડી દેશોથી આઇએસને લગભગ 10 કરોડ રૂપિયાનો ડોનેશન મળ્યું હતું. આ માટે તે લોકો અભિયાન ચલાવે છે.

કાચ્ચું તેલ
34 હજારથી 40 હજાર બેરલ સુધીનું કાચ્ચું તેલ વેંચીને દરરોજ 10 કરોડ રૂપિયાની કમાણી કરે છે. તેના કબજામાં ઇરાક અને સીરિયાના લગભગ દસ તેલના મોટા કૂવા છે. આઇએસ પાસેથી તેલ ખરીદનારાની તસ્કરી જૉર્ડન, તુર્કી અમે ઇરાન જેવા દેશોમાં કરે છે.

વિભિન્ન ટેક્સ
આઇએસ પોતાના નિયંત્રણવાળા ક્ષેત્રમાં અનેક પ્રકારના ટેક્સની વસૂલાત પણ કરે છે. આમાં 10 ટકા ઇનકમ ટેક્સ, 10-15 ટકા વેપાર કર અને લગભગ 2 ટકા ટેક્સ રોજબરોજના સામાનની ખરીદ પર સામેલ છે. પોતાના ક્ષેત્રમાંથી પસાર થતાં વાહનો પાસેથી પણ આઇએસ રોડ તેમજ કસ્ટમ ટેક્સ તરીકે મોટી રકમ વસૂલે છે.

નિકાસ પર ટેક્સ
જે લોકો આઇએસ નિયંત્રણવાળું ક્ષેત્ર છોડીને જવા માગે છે તેમણે વ્યક્તિ દીઠ 65 હજાર રૂપિ.ાની રકમ નિકાસી ટેક્સ તરીકે આઇએસને આપવી પડે છે.

લૂંટ અને વસૂલી
આઇએસના આતંકી સીરિયા, ઇરાક અને અન્ય દેશોમાં લૂટને અંજામ આપે છે. સાથે જ નાની-મોટી કંપનીઓ પાસેથી વસૂલાત પણ કરે છે. પાંચ કરોડ રૂપિયા પ્રતિ મહિને આમાંથી આવક થાય છે.

અપહરણ
આઇએસના આતંકી વિદેશી નાગરિકો અને ગેર-મુસ્લિમને બંધક બનાવે છે અને તેમને છોડવાના બદલામાં ત્રણ અરબ રૂપિયા વાર્ષિક વસૂલે છે.

ઉર્જા સંયંત્ર
આઇએસના તાબામાં સીરિયાના આઠ મોટા ઉર્જા સંયંત્ર છે તેનાથી બનતી વીજ અને ગૅસ વેંચીને દરરોજના પાંચ કરોડ રૂપિયાની કમાણી કરે છે.

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

બેન્ક લૂંટ
રિપોર્ટ પ્રમાણે આઇએસ સીરિયા અને ઇરાકમાં 90થી વધારે સરકારી અને પ્રાઇવેટ બેન્ક લૂંટમાં 33 અરબ રૂપિયા ભેગા કરી ચૂક્યો છે.

iraq syria