ઇમરાન ખાન વિરુદ્ધ મહિલાઓનો સૂત્રોચ્ચાર

11 August, 2019 09:56 AM IST  |  ઇસ્લામાબાદ

ઇમરાન ખાન વિરુદ્ધ મહિલાઓનો સૂત્રોચ્ચાર

ઇમરાન ખાન

ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ રદ કરી ત્યારથી પાકિસ્તાનમાં સતત ખળભળાટ થઈ રહ્યો છે. પાકિસ્તાનની અકળામણ દુનિયા સમક્ષ ઉઘાડી પડી ગઈ હતી.

પાકિસ્તાને સમઝૌતા એક્સપ્રેસ અને થાર એક્સપ્રેસ બન્ને ટ્રેનો રદ કરી હતી. ત્યાર બાદ ઘરઆંગણે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝની સાવ ખોટા આરોપ બદલ ધરપકડ કરી હતી. સંસદમાં શાહબાઝ શરીફે ઊભા કરેલા સવાલોના જવાબ આપતાં તે ગેંગેંફેંફેં થઈ ગયો હતો અને વિપક્ષોને પૂછ્યું હતું કે કાશ્મીર મુદ્દે મારે હવે શું કરવું એની સલાહ આપો.

આ પણ વાંચો : અમેરિકાના કૅલિફૉર્નિયામાં ચપ્પુથી હુમલો કરી ૪ લોકોની હત્યા

દરમિયાન, મરિયમની ધરપકડના મુદ્દે લોકો સડક પર ઊતરી આવ્યા હતા અને એવાં સૂત્રો ઉચ્ચારવા માંડ્યાં હતાં કે મોદી સે તૂ ડરતા હૈ ઔર મરિયમ સે લડતા હૈ. ખાસ કરીને મહિલાઓ સડક પર ઊતરી આવી હતી. લોકોએ ઇમરાન ખાન હાય હાય જેવાં સૂત્રો પણ પોકાર્યાં હતાં.

pakistan imran khan narendra modi islamabad