પાકિસ્તાનના સંસદમાં વિશ્વાસનો મત જીત્યા પીએમ ઇમરાન ખાન

07 March, 2021 09:27 AM IST  |  Islamabad | Agency

પાકિસ્તાનના સંસદમાં વિશ્વાસનો મત જીત્યા પીએમ ઇમરાન ખાન

ઇમરાન ખાન

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને વિરોધ પક્ષોના બોયકોટની વચ્ચે શનિવારે સંસદમાં વિશ્વાસનો મત સહેલાઈથી જીતી લીધો હતો, જેને પગલે આ સપ્તાહે સૅનેટની ચૂંટણીમાં રકાસ થયા બાદ તેમની સરકારની સ્થિતિ મજબૂત થઈ હતી.

પીએમ ઇમરાન ખાને રાષ્ટ્રપતિ આરીફ અલ્વીના આદેશને પગલે યોજાયેલા વિશેષ સત્ર દરમ્યાન ૩૪૨ સભ્યોના સંસદના નીચલા ગૃહમાં ૧૭૮ મત કબજે કર્યા હતા. સરળ બહુમતી મેળવવા માટે તેમને ૧૭૨ મતની જરૂર હતી. ૧૧ પક્ષોના ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ)એ મતદાનનો બહિષ્કાર કરતાં વિપક્ષની હાજરી વિના જરૂરી સંખ્યામાં મત મેળવવા ઇમરાન ખાન માટે સરળ બન્યું હતું.

pakistan islamabad imran kha