અમારા માટે કાશ્મીર મુદ્દો પાકિસ્તાન જેટલો ખાસઃટર્કી રાષ્ટ્રપતિ એર્દોગાન

15 February, 2020 01:25 PM IST  |  Islamabad

અમારા માટે કાશ્મીર મુદ્દો પાકિસ્તાન જેટલો ખાસઃટર્કી રાષ્ટ્રપતિ એર્દોગાન

ટર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગાને

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનો મુદ્દો ખૂબ જ ગંભીર છે અને વર્ષોથી અટવાયેલો છે. આ મુદ્દા પર આખા વિશ્વના દેશોની પણ નજર છે, ત્યારે હવે ટર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગાને કાશ્મીર મુદ્દે દખલગીરી કરી છે. સાથે જ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને બિનશરતી સમર્થન આપવાનો વાયદો પણ કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ એર્દોગાને કહ્યું કે કાશ્મીરમાં લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે. એર્દોગાનનું આખું ભાષણ ઇસ્લામ અને મુસલમાનોની નજીક ફરતું રહ્યું. મુસ્તફા કમાલ પાશા ઉર્ફે અતાતુર્કની ધર્મનિરપેક્ષ સાંસ્કૃતિક વારસાની વિરુદ્ધ એર્દોગાન દુનિયાભરના મુસલમાનોના નેતા બનવાની કોશિશ કરી રહ્યા છે એમ લાગી રહ્યું હતું. તેમણે કહ્યું કે કોઈ જમીન પર બનાવેલ સરહદ ઇસ્લામ માનનારાઓને અલગ કરી શકતી નથી.

આ સાથે એર્દોગાનને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ પર પણ આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે મધ્ય-પૂર્વમાં અમેરિકાની શાંતિ યોજના ખરેખર આક્રમક નીતિ છે. તેમણે કહ્યું કે જ્યાં પણ મુસલમાનને મારવામાં આવી રહ્યા છે ત્યાં મુસ્લિમ દેશોએ એક સાથે રહેવાની જરૂર છે. ઉપરાંત આતંકવાદની ઢાલ દેશ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અને સાંસદોની તાળીઓ વચ્ચે એર્દોગાને કહ્યું કે તેઓ ફાઇનેન્શિયલ અૅક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં કોઈ શરત વિના પાકિસ્તાનને સમર્થન કરશે. સાથે તેમણે પાકિસ્તાનને પોતાનું બીજું ઘર પણ ગણાવ્યું હતું.

turkey international news kashmir pakistan