ચીનના રાષ્ટ્રપતિ કોરોનાની ઝપટમાં?

17 October, 2020 12:11 PM IST  |  Mumbai | Agencies

ચીનના રાષ્ટ્રપતિ કોરોનાની ઝપટમાં?

ચીનના રાષ્ટ્રપતિ કોરોનાની ઝપટમાં?

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સ્વાસ્થ્યને લઈ અટકળોનું બજાર ગરમ છે. બુધવારના રોજ હૉન્ગકૉન્ગની નજીક શેન્જેનમાં એક કાર્યક્રમ દરમ્યાન ચીની રાષ્ટ્રપતિ વારંવાર ઉધરસ ખાતા દેખાયા. ભાષણની છેલ્લી ૧૦ મિનિટમાં એટલી બધી ઉધરસ આવવા લાગી કે પોતાનું ભાષણ થોડીકવાર માટે રોકવું પડ્યું. જોકે ત્યાંના સરકારી મીડિયાએ જિનપિંગના સ્વાસ્થ્યને લઇ કોઈ પણ રિપોર્ટ રજૂ કર્યો નથી. સરકારી ટીવી ચૅનલ સીસીટીવી પર જિનપિંગના ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ કરાઈ રહ્યું હતું. જ્યારે તેમને ઉધરસ આવવા લાગી તો ટીવી ચૅનલે વારંવાર તેમના ઉધરસવાળા વિઝ્યુલને કાપવાનું શરૂ કરી દીધું.
જોકે આ દરમ્યાન ઑડિયોમાં તેમની ઉધરસનો અવાજ સંભળાઈ રહ્યો હતો. એક આવા વિઝ્યુઅલ પણ દેખાયા જેમાં શી જિનપિંગ પોતાના મોં પર હાથ રાખી રહ્યા હતા. ઑડિયોમાં રાષ્ટ્રપતિ જિનપિંગ પોતાના ગળાને સાફ કરતા સંભળાયા. ત્યારબાદથી ઝડપથી અફવા ફેલાઈ રહી છે કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂકયા છે. જોકે હજી સુધી સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. હૉન્ગકૉન્ગના લોકતંત્રની સમર્થન એપલ ટીવીએ પણ દાવો કર્યો કે જિનપિંગને ઉધરસ આવતાં તેઓ પોતાનો પ્રવાસ ટૂંકાવીને તાબડતોડ બીજિંગ જતા રહ્યા છે. અપોક ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં સીધો પ્રશ્ન કર્યો છે કે શું ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ કોરોનાથી સંક્રમિત છે? તેઓ દક્ષિણ ચીનના પ્રવાસ દરમ્યાન શેન્જેન પહોંચ્યા હતા.

china international news coronavirus covid19