ઈરાનની ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની નવી ધમકીથી વિશ્વમાં ગભરાટ, એક ઝટકામાં ઘણા દેશો થશે ઑફલાઇન

07 April, 2026 09:35 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક નવો ખતરો સામે આવ્યો છે.

ઈરાન રેડ સીમાં પાણીની અંદર નાખવામાં આવેલા ઇન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવી શકે છે એવું જાણવા મળતાં આ યુદ્ધનો ખતરો હવે ડિજિટલ દુનિયા પર મંડરાઈ રહ્યો છે

મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક નવો ખતરો સામે આવ્યો છે. ઈરાન રેડ સીમાં પાણીની અંદર નાખવામાં આવેલા ઇન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવી શકે છે એવું જાણવા મળતાં આ યુદ્ધનો ખતરો હવે ડિજિટલ દુનિયા પર મંડરાઈ રહ્યો છે. જો આવું થાય તો એની અસર ફક્ત એક દેશ સુધી મર્યાદિત નહીં રહે. આ કેબલ એશિયા, યુરોપ અને આફ્રિકાને વિશ્વના વિવિધ ભાગોને જોડે છે. એમાંથી ડેટા ટ્રાફિકનો મોટો હિસ્સો પસાર થાય છે. આ કેબલ્સને નુકસાન થવાથી ઇન્ટરનેટની ગતિ ધીમી પડી શકે છે, કનેક્ટિવિટીમાં અવરોધ ઊભો થઈ શકે છે અને ઘણા દેશોમાં ડિજિટલ સેવાઓ પર અસર પડી શકે છે.

રેડ સીની નીચે ફાઇબર ઑપ્ટિક કેબલનું એક વિશાળ અને જટિલ નેટવર્ક આવેલું છે જે આજના ડિજિટલ વિશ્વની કરોડરજ્જુ બનાવે છે. આ કેબલ એશિયા, યુરોપ અને મધ્યપૂર્વના લગભગ ૩૦ ટકા પ્રાદેશિક ઇન્ટરનેટ ટ્રાફિકનું સંચાલન કરે છે. આ કેબલ આધુનિક ડિજિટલ અર્થતંત્રની જીવનરેખા છે જેના વિના વૈશ્વિક કનેક્ટિવિટીની કલ્પના કરવી અશક્ય છે.

international news world news iran israel united states of america middle east crisis