આઇફોન-૫ ખરીદવા પડાપડી

22 September, 2012 06:41 AM IST  | 

આઇફોન-૫ ખરીદવા પડાપડી

લંડનના એક સ્ટોરમાં ગઈ કાલે આઇફોન-પ ખરીદવા કલાકો સુધી લાંબી લાઇન લાગી હતી. અનેક લોકો મોડી રાત્રે જ બિસ્તર લઈને કતારમાં ગોઠવાઈ ગયા હતા. માત્ર લંડન જ નહીં; ન્યુ યૉર્ક, પૅરિસ, સિડની, મેલબર્ન સહિતનાં શહેરોમાં પણ સેંકડો લોકો પહેલા જ દિવસે નવો આઇફોન ખરીદવા લાઇનમાં ઊભા રહી ગયા હતા. આ સ્માર્ટ ફોન ખરીદ્યા બાદ કોઈ લૉટરી લાગી હોય એવો આનંદ તેમના ચહેરા પર છલકાયો હતો. મૅપિંગ સિસ્ટમમાં ખ્ાામી તથા અનેક એક્સપર્ટ્સની ટીકા છતાં આ સ્માર્ટ ફોનને પહેલા દિવસે જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. તસવીરો : એએફપી