કરાચીમાં પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જ પર આતંકી હુમલો, ચાર આંતકી ઠાર મરાયા

29 June, 2020 12:05 PM IST  |  Karachi | Gujarati Mid-Day Online Correspondent

કરાચીમાં પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જ પર આતંકી હુમલો, ચાર આંતકી ઠાર મરાયા

અધિકારીઓએ કહ્યું છે કે ઘણા ઘાયલોની હાલત ગંભીર છે, જેના કારણે મૃતકોની સંખ્યા પણ વધી શકે છે.

         સોમવારે કરાચીમાં પાકિસ્તાન સ્ટૉક એક્સચેંજ પર થયેલા આતંકી હુમલામાં બે લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની માહિતી મળ્યા બાદ પાકિસ્તાન રેન્જર્સના સૈનિકોએ ઘટના સ્થળે પહોંચી મોરચો સંભાળી લીધો હતો. સિંધ રેન્જર્સના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના સ્ટોક એક્સચેંજમાં પ્રવેશ કરનારા ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. માહિતી અનુસાર ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે. પાકિસ્તાની મીડિયા અનુસાર સવારે 4 વાગ્યાની આસપાસ આતંકીઓ પાકિસ્તાન સ્ટૉક એક્સચેંજની બિલ્ડિંગમાં ઘુસ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આતંકીઓએ મુખ્ય દરવાજા પાસે ગ્રેનેડ પણ ફેંકી દીધા હતા. માહિતી અનુસાર, પહેલો બિઝનેસ ડે હોવાને કારણે, ઘણા લોકો એક્સચેંજમાં હાજર હતા. હુમલાખોરોમાંથી એક ગેટ પર જ મૃત્યુ પામ્યો અને બીજા બે શખ્સો સ્ટૉક એક્સચેંજની અંદર માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ કરાચી સ્ટોક એક્સચેન્જ સવારે 10.30 શરૂ થાય છે અને સોમવારે તે ખુલ્યું તે સામાન્ય માણસો અને કર્મચારીઓની સાથે હથિયારધારી આતંકીઓ અહીં ઘુસી ગયા હતા. તેમનો ઈરાદો સમજતા જ લોકો ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી. આતંકીઓએ પહેલા પાર્કિંગ ઝોનમાં જવાની કોશિશ કરી રહ્યાં હતા.

હુમલાની માહિતી મળતા ત્યાં પહોંચેલા પાકિસ્તાની રેન્જર્સ અને સિંધ પોલીસના જવાનોએ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા, વળી મુખ્ય દરવાજો સીલ કરી દેવાયો હતો. પાછળના ગેટનો ઉપયોગ લોકોને ભગાડવા માટે કરાયો.

હવે સુરક્ષા કર્મીઓ સમગ્ર બિલ્ડિંગની તપાસ કરી રહ્યા છે. સુરક્ષા દળોએ બિલ્ડિંગની આજુબાજુના વિસ્તારને પણ સીલ કરી દીધા છે. નજીકના મકાનો પર સ્લીપર્સ પણ ગોઠવી દેવામાં આવી છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે ઘણા ઘાયલોની હાલત ગંભીર છે, જેના કારણે મૃતકોની સંખ્યા પણ વધી શકે છે.

pakistan international news terror attack karachi