સિવ્ટ્ઝરલેન્ડે કરી ભારતની પ્રસંશા, જુઓ મેટરહોર્ન થયો ત્રિરંગો

18 April, 2020 08:00 PM IST  |  Geneva | Gujarati Mid-Day Online Correspondent

સિવ્ટ્ઝરલેન્ડે કરી ભારતની પ્રસંશા, જુઓ મેટરહોર્ન થયો ત્રિરંગો

પહાડ પર ઝળક્યો ત્રિરંગો

આખી દુનિયા પોતાની રીતે કોરોનાવાઇરસ સામેની લડત ચલાવી રહી છે. દરેક દેશ વાયરસને ફેલાવવાથી રોકવા માટે ઘણા પગલાં ભરી રહ્યા છે. કોરોના સંકટથી નિપટવા માટે ભારત સરકારના નિર્ણયથી દુનિયાના ઘણા દેશો પ્રશંસા પણ કરી ચૂક્યા છે. આ દરમિયાન સ્વિસ આલ્પ્સના મેટરહોર્ન પર્વત પર રોશનની મદદથી ભારતીય તિરંગાને દર્શાવવામાં આવ્યો છે.

જાણીતા સ્વિસ લાઇટ આર્ટિસ્ટ ગેરી હોફસ્ટેટર 14690 ફૂટના પર્વતને તિરંગાના આકારમાં રોશની આપી છે. ભારતીય વિદેશી સેવા અધિકારી ગુરલીન કૌરે આ તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. તેમાં લખ્યું છે કે લગભગ 800 મીટર ઉંચાઇ પર તિરંગો. હિમાલયથી આલ્પ્સની દોસ્તી. આભાર.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાના રંગમાં ઢંકાયેલા પર્વતની તસવીર રીટ્વિટ કરતા લખ્યું હતું કે - દુનિયા કોવિડ 19 સામે એક થઇને બનીને લડી રહી છે. મહામારી પર નિશ્ચિત રુપથી માનવતાની જીત થશે.
આ પહાડ પર 24 માર્ચથી કોરોના મહામારી સામે દુનિયાની એકતા પ્રદર્શિત કરવા માટે દરરોજ અલગ-અલગ દેશના ઝંડાને બતાવી રોશની કરવામાં આવી રહી છે.

coronavirus covid19 narendra modi switzerland