Pakistan Plane Crash: પાઇલટે ATCને ક્રેશ પહેલાં જે કહ્યું તે સાંભળો

22 May, 2020 10:17 PM IST  |  Karachi | Gujarati Mid-Day Online Correspondent

Pakistan Plane Crash: પાઇલટે ATCને ક્રેશ પહેલાં જે કહ્યું તે સાંભળો

પાઇલટે છેલ્લે એટીએસ સાથે વાત કરી હતી.

શુક્રવારે બપોરે પોણા ત્રણે પાકિસ્તાની એરલાઇન્સ કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનમાં 98 જણ હતા જેમાં પ્રવાસી અને ક્રુ મેમ્બર્સનો સમાવેશ થતો હતો. પ્લે એરપોર્ટ પહોંચવામાં જ હતું અને રહેણાક વિસ્તારમા ક્રેશ થઇ ગયું હતું. ક્રેશ બાદ કૂલ 35 મૃતદેહ બહાર કઢાયા હતા. ક્રેશ પહેલા પાયલટ સજ્જાદ ગુલ અને એર ટ્રાફિક કન્ટ્રોલર વચ્ચે વાતચીત થઇ હતી. તેનો ઓડિયો પણ સામે આવ્યો છે. પાયલટે એટીસીને કહ્યું હતું કે એરક્રાફ્ટનું એન્જિન ખરાબ થઇ ગયું છે. એટીસીએ કહ્યું કે એરપોર્ટ પર બન્ને રનવે ખાલી છે. 

આ પ્લેન લાહોરથી બપારે એક વાગે ઉપડ્યું અને પોણા ત્રણે તે લેન્ડ થવાનું હતું. જેણે આ ક્રેશ નજરોનજર જોયો તેણે કહ્યું કે પ્લેન પહેલાં એક મોબાઇલ ટાવર સાથે ભટાકાયું અને પછી મકાનો પર તુટી પડ્યું હતું. પાયલટે એટીસી સાથે વાત કરી ત્યારે કહ્યું હતુ કે અમે સીધા ત્યાં પહોંચવાના પ્રયાસમાં છીએ પણ એન્જિન ખરાબ થઇ ગયું છે. એટીએસએ પ્લેન નીચે ઉતારવા કહ્યું હતું કારણકે બંન્ને રન વે ખાલી છે પણ પાયલટે Mayday એમ કહી પાકિસ્તાન 8303 એમ કહ્યું હતું.

Mayday કૉલ એટલે કે એવો કૉલ જે કોઇપણ વહાણ કે વિમાનનાં સુકાનીને નથી કરવો હતો કારણકે આનો અર્થ એમ કે તેઓ હવે આ વિમાન કે વહાણને બચાવી નહીં શકે. છેલ્લા સફરની આશંકા સમયે કરવામાં આવેલા આ કોલને જ મે ડે કોલ કહેવાય છે.

pakistan international news