હવે નેપાળના વડાપ્રધાન ઉત્ખનન કરાવી રામ ત્યાનાં હતા એ સાબિત કરશે

17 July, 2020 12:53 PM IST  |  Kathmandu | Gujarati Mid-Day Online Correspondent

હવે નેપાળના વડાપ્રધાન ઉત્ખનન કરાવી રામ ત્યાનાં હતા એ સાબિત કરશે

નેપાળના વડાપ્રધાન ઓલી

લોકોએ નેપાળનાં (Nepal) વડાપ્રધાનની બહુ ઠેકડી ઉડાડી જ્યારે તેમણે કહ્યુ કે રામ (Lord Ram) મૂળ નેપાળના હતા અને તેમનો જન્મ અયોધ્યામાં નહીં પણ નેપાળમાં થયો હતો. વડાપ્રધાન ઓલી (Oli) હવે નેપાળનાં બિરગંજ પાસેના થોરીમાં ખોદકામ, એક્સકવેશન એટલે કે ઉત્ખનન કરાવીને આ વાત સાબિત કરશે. ઓલીએ કહ્યું કે માત્રી સીતા માતા નહીં પણ રામ પણ મૂળ અહીંના જ હતા.

ઓલીના નિવેદન પછી તેમના આદેશ પર નેપાળનો ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી(DOA) કામે લાગી ગયો છે. ઓલીએ અન્ય મંત્રાલયો સાથે વાતચીત કરીને બિરગંજના થોરીમા સર્વે કરાવવાની તૈયાર કરી છે. સર્વે બાદ અહીં ઉત્ખનન થશે જેથી અયોધ્યા અહીંયા જ હતી અને રામ અહીંના જ હતા એ સાબિત થઇ શકે.ગયા અઠવાડિયે ઓલીએ તેમના ઘરે ભાનુ જયંતીના એક કાર્યક્રમમાં કહ્યું હતું- ભગવાન રામ ભારતીય નહિ પરંતુ નેપાળી હતા. ખરી  અયોધ્યા ભારતમાં નહિ પરંતુ નેપાળના બિરગંજમાં છે. તેમણે ભારત પર સાંસ્કૃતિક દમન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. ઓલીએ કહ્યું કે વિજ્ઞાન માટે નેપાળના યોગદાનની હમેશાં અવગણના કરવામાં આવી છે. ઓલીના આવા દાવા પછી ટ્વિટર પર લોકોએ જોરદાર મિમ્સ બનાવ્યા હતા.

તેમના મતે નેપાળના વડાપ્રધાને દાવો કર્યો છે એટલે એ અમારી જવાબદારી છે કે આ મામલામાં કાર્યવાહી કરીએ. હું એ દાવો કરી શકતો નથી કે અમારી પાસે આ વાતનો કોઈ આધાર છે કે ભગવાન શ્રીરામનો જન્મ નેપાળમાં થયો હતો.

nepal international news ayodhya ramayan