પૂર્વ વડાપ્રધાન હરીરીની રાજકીય હત્યાના ચૂકાદા પહેલાં બૈરુતમાં બ્લાસ્ટ

04 August, 2020 11:34 PM IST  |  Beirut | Gujarati Mid-day Online Correspondent

પૂર્વ વડાપ્રધાન હરીરીની રાજકીય હત્યાના ચૂકાદા પહેલાં બૈરુતમાં બ્લાસ્ટ

બૈરૂત બ્લાસ્ટ - તસવીર એએફપી

લેબનીઝ રાજધાની બેરૂતમાં (Beirut) મંગળવારે એક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. બપોરના સમયે થયેલા ધડાકાને કારણે પાટનગરના ઘણા ભાગો ધ્રુજી ઉઠયા હતા અને શહેરમાંથી ઘેરો કાળો ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. રહેવાસીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો ઝડપી હતો કે કેટલાંય ઘરોની બારીઓ અને છતની છત તૂટી પડી હતી. 2005માં બૈરૂતનાં પૂર્વ વડાપ્રધાન રફીક હરીરીની થયેલી રાજકીય હત્યાનું UN ટ્રીબ્યુનલ વર્ડિક્ટ આવવામાં છે ને તે પહેલાં જ બૈરૂતમાં બ્લાસ્ટ થયો છે.

 

 બીબીસીના રિપોર્ટ અનુસાર શહેરનાં વિસ્ફોટ બેરૂત બંદરની આજુબાજુ થયો હતો અને બંદરને વ્યાપક નુકસાન થયું હતું. બેરૂત બંદર નજીક એસોસિએટ પ્રેસના ફોટોગ્રાફરે, લોકોને જમીન પર ઘાયલ હાલતમાં જોયા. મધ્ય બેરૂતમાં પણ ભારે વિનાશ જોવા મળ્યો હતો. કેટલાક સ્થાનિક ટીવી સ્ટેશનોએ તેમના સમાચારોમાં જણાવ્યું છે કે વિસ્ફોટ બેરૂત બંદરના એ વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો જ્યાં ફટાકડા રાખવામાં આવ્યા હતા.  બ્લાસ્ટ જોનારે કહ્યું કે વિસ્ફોટ કાન બહેરા કરી દે તેવો હતો અને લેબનનનાં હેલ્થ મિનિસ્ટર હમદ હસનને ભારે ઇજાઓ પણ પહોંચી છે. હરીરીના રહેઠાણ પાસે પણ બ્લાસ્ટ થવાની વાત છે પણ કોઇએ આ હજી કન્ફર્મ નથી કર્યું.

વિસ્ફોટક એટલો ભયંકર હતો કે લોકો તેને 'પરમાણુ વિસ્ફોટ' કહેવા લાગ્યા. જો કે આ અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.  હરીરીના UN ટ્રીબ્યુનલ વર્ડિક્ટનો શુક્રવારે વારો છે અને તે ચાર શંકાસ્પદોની ગેરહાજરીમાં થવાનું છે, આ ચારે જણા હિઝબુલ લશ્કરનાં છે. હરીરીની હત્યા કાર બોમ્બ બ્લાસ્ટમાં બૈરુત ડાઉનાટાઉનમાં ફેબ્રુઆરી 2005માં થઇ હતી. આ પૉપ્યુલર સુન્ની બિઝનેસ મેને રાજકારણમાં ઝંપલાવ્યું અને તેની હત્યા થતા હોબાળો થયો હતો અને સેડાર ક્રાંતિને પગલે  સિરીયાએ પોતાના લશ્કરો લેબનનમાંથી ખસેડી લેવા પડ્યા હતા જે બહુ લાંબા સમયથી ત્યાં જ હતા.

international news